વલસાડની દુકાનમાં સિક્યુરિટી ઍલારામે ચોરી અટકાવી
- byDamanganga Times
- 22 February, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૨૧ઃ વલસાડ શહેરના તિથલ રોડ પર આવેલી બ્લુ મૂન નામની દુકાનમાં ચોરટા ઓ ચોરી કરવા ગુસ્સ્યા પરંતુ સિક્યુરિટી ઍલારામ વાગતા ચોરટા ઓ ખાલી હાથે ભાગ્યા હતા. ઍલારામ વાગતા ચોરીનો પ્રયાસ નિષ્ફળ થયો હતો. જોકે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
વલસાડ શહેરના તિથલ રોડ પર બ્લુ મૂન નામની ઇલેક્ટ્રોનિક્સની દુકાન આવેલી છે. ગઈ કાલે ચોરટાઓઍ ચોરી કરવા માટે આ બ્લુ નામની દુકાનનું તાળું તોડી અંદર ગુસ્સ્યા હતા. અંદર જતાની સાથે જ દુકાનમાં મુકેલ સિક્યુરિટી ઍલારામ વાગતા ચોરટાઓ ખાલી હાથે ઉભી પૂંછડીઍ ભાગ્યા હતા. જોકે વિડીયો મૂન નામની ઇલેક્ટ્રોનિક્સ દુકાનમાં લગાવવામાં આવેલા સિક્યુરિટી ઍલારામના કારણે મોટી ચોરી થતા અટકી રહી છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.