Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

વલસાડમાંથી ઍક માત્ર પીઍસઆઇને પીઆઇ તરીકે બઢતી

વલસાડમાંથી ઍક માત્ર પીઍસઆઇને પીઆઇ તરીકે બઢતી

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા.૨૧ઃ પરીક્ષા લીધા વગર રાજ્યના ૧૫૯ જેટલા પીઍસઆઇને પીઆઇ તરીકે બઢતી આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વલસાડ જિલ્લામાંથી ઍકમાત્ર  પીઍસઆઇની પીઆઈ તરીકે બઢતી થતા પોલીસ કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.

કોઈપણ જાતની પરીક્ષા લીધા વગર ગુજરાત રાજ્ય પોલીસ વિભાગના  ડીજી વિકાસ સહાયઍ આજરોજ ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ૧૫૯ જેટલા પીઍસઆઇને  પીઆઈ તરીકે  બઢતી આપવામાં આવતા રાજ્યના પોલીસ કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. જેમાં વલસાડ જિલ્લામાંથી ઍકમાત્ર પીઍસઆઇ ઍવા  અમીરાજસિંહ રાણાને પીઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે. તેઓ ૨૦૧૬ની બેચના પીઍસઆઇ છે. અમીરાજ રાણાઍ  વલસાડ જિલ્લાના વલસાડ રૂરલ, વલસાડ સીટી, ઉમરગામ પોલીસ મથક તેમજ વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસ  મથકમાં  ફરજ બજાવે છે. આ તમામ અધિકારીઓને ઉચ્ચતર પગાર ધોરણ સાથે પ્રમોશન આપવામાં આવશે.