Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

વાપી અંબામાતા મંદિર પરિસરમાં શ્રીમદ ભાગવત કથા યોજાઇ

વાપી અંબામાતા મંદિર પરિસરમાં  શ્રીમદ ભાગવત કથા યોજાઇ

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

વાપી,તા.૨૧ઃ વાપી જીઆઇડીસીના શ્રી અંબામાતા મંદિર પરિસરમાં જીવન જ્યોતિ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથાના તારીખ ૧૩ ફેબ્રુઆરીથી ૧૯મી ફેબ્રુઆરી સુધીનું. ભવ્ય અને સફળ ધ્વજારોહણ પ્રસંગે  પધારેલા ભક્તોને હાર્દિક શુભેચ્છાઓ અને કૃતજ્ઞતા અને ફાગોત્સવની અગાઉથી શુભેચ્છાઓ. ઉપરોક્ત ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથામાં સનાતનીઓઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો.  અને શ્રી જીવન જ્યોતિ માનવસેવા ચેરીટેબલ  ટ્રસ્ટ દ્વારા તારીખ ૧૩ ફેબ્રુઆરીથી ૧૯ ફેબ્રુઆરી દરમિયાન શ્રી ભાગવત કથાનું રસપાન શ્રવણદાસ મહારાજ દ્વારા કરાવવામાં આવ્યું હતું અને તમામ ઉપસ્થિત રહેલા ભક્તોનું સ્વાગત કરી સતત સાત દિવસ સુધી ચાલેલ ભાગવત કથામાં ઉપસ્થિત રહેલા ભક્તોને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫ હજાર જેટલા લોકોઍ મહાપ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર ભાગવત કથાનું આયોજન કરનાર જીવન જ્યોતિ માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંતમાં ભાગવત કથાના સમાપન પર હવન યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો.