વેલપરવાની ૨૬ વર્ષીય પરણીત યુવતી ગુમ
- byDamanganga Times
- 22 February, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
પારડી, તા.૨૧ઃ પારડી તાલુકાના વેલપરવા ગામમાં રહેતી ૨૬ વર્ષીય પરણીત યુવતી અચાનક ગુમ થઈ જતા ઍમના પતિઍ પારડી પોલીસમાં જાણ કરી છે. હજી સુધી ગુમ થયેલ ઍની પત્નીની કોઈ જાણકારી મળી શકી નથી, વેલપરવા ગામમાં નવીનગરી ફળિયામાં રહેતા પિન્કીબેન અંકિતભાઈ પટેલ પોતાના ઘરેથી અચાનક ગુમ થઈ જતા ઍમના પતિ અંકિતભાઈઍ પોતાના સગા વાળાઓ અને રેલ્વે સ્ટેશન પર તપાસ કરતા તેઓ મળી આવ્યા ન હતા. જેથી ઍમના ગુમ થયાની જાણ તેઓઍ પારડી પોલીસમાં આપી હતી. પારડી પોલીસે ગુમ જાણવા જોગ ઍન્ટ્રી દાખલ કરી ગુમ થનાર તેમની પત્નીની શોધખોળ હાથ ધરી છે.