ચીખલી સર્વિસ રોડની બાજુમાં ગટરના ખુલ્લા ઢાંકણા જાખમી
- byDamanganga Times
- 19 February, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૧૮ઃ ચીખલી ને.હા નંબર ૪૮ ઉપર છેલ્લા કેટલાક સમયથી ઠેર ઠેર ગટરનું ખોદકામ ચાલી રહ્નાં છે જેને લઇ વાહન ચાલકો પરેશાન બન્યા છે પરંતુ કેટલીક જગ્યાઍ સર્વિસ રોડ ચાલુ હોય તેવી જગ્યાઍ ગટરના ઢાંકણા ખુલ્લા રહેતા અને ઢાંકણો તૂટી જતા અકસ્માત થવાનો ભય વાહનચાલકોને સતાવી રહ્ના છે.
ચીખલી નગરને અડીને ને.હા નંબર ૪૮ પસાર થતો હોય ત્યારે ચીખલીની આજુબાજુના ગામો જેવા કે બલવાડા, ચીમલા, હોન્ડ, મજીગામ, ચીખલી, થાલા, આલીપોર, સુથવાડ જેવા ગામોનો સમાવેશ થાય છે આ ગામના રહીશોઍ હાઈવે તથા સર્વિસ રોડનો સહારો લેવો પડતો હોય છે ત્યારે વાહન ચાલકો પોતાના વાહનો લઈને જતા હોય ત્યારે કેટલીક જગ્યાઍ ગટરના ઢાંકણા ખુલ્લા તથા તુટેલ હાલતમાં હોય જેના કારણે ખબર ન પડતા વાહન ચાલકોને અકસ્માતો નડતા હોય છે ઍટલું જ નહીં પરંતુ હાઇવે ઓથોરિટી દ્વારા જે ગટરો બનાવવામાં આવી છે તે ચાલુ થાય તે પહેલા જ તૂટી પણ જવા પામી છે ત્યારે જે વિસ્તારના રહીશો સર્વિસ રોડનો ઉપયોગ કરી આવન-જવન કરતાં હોય તેવા વિસ્તારોમાં હાઇવે ઓથોરિટી દ્વારા ગટરના ઢાંકણા યોગ્ય રીતે રીપેર કરી તૈયાર કરવામાં આવે તે જરૂરી બન્યું છે.