વાપીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
- byDamanganga Times
- 19 February, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વાપી,તા.૧૮ઃ વાપીમાં નેગોશીઍબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઍક્ટના ગુનામાં રૂ.૨,૧૦,૦૦૦/- ના ચેક આપનાર આરોપીનો થયેલ નિર્દોષ છુટકારો છે.
આ કેસની વિગત ઍવા પ્રકારની છે કે, આરોપીઍ સલવાવ ગામના કેવલકુમાર મનોજભાઈ આહીર નામના વ્યક્તિ પાસેથી ૨,૧૦,૦૦૦/-હાથ ઉછીના લીધેલ, જે પેટે આરોપીઍ ફરિયાદીને રૂ.૨,૧૦,૦૦૦/-નો ચેક આપેલ, જે ચેક ફરિયાદીઍ તેમના ખાતામાં જમા કરતા ૅજ્શ્ફઝ઼લ્ ત્ફલ્શ્જ્જ્ત્ઘ્ત્ચ્ફવ્ૅ શેરા સાથે બેંક તરફથી ચેક રીફ્યુઝ કરી પરત ફરેલ, ત્યારબાદ કાયદા અનુસાર ફરિયાદીઍ તોહમતદારને નામદાર કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલા કાયદેસરની નોટીસ આપેલ, તેમ છતાં આરોપીઍ રકમ ન ચુકવતા ફરિયાદીઍ તા.૦૭/૧૧/૨૦૨૩ ના રોજ આરોપી વિરુદ્ધ વાપીના નામદાર પ્રિન્સીપાલ સીનીયર સિવિલ જજની કોર્ટમાં નેગો. ઈન્સ્ટ્રુ. ઍક્ટની કલમ ૧૩૮ મુજબની ફરિયાદ દાખલ કરેલ. જે કેસમાં ફરિયાદી તથા અન્ય સાહેદોની જુબાની લેવામાં આવેલ અને તમામ રેકર્ડ નામદાર કોર્ટમાં રજુ કરવામાં આવેલ. તાજેતરમાં આ કેસ વાપીના નામદાર પ્રિન્સીપાલ સીનીયર સિવિલ જજની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટ બચાવ પક્ષના ઍડવોકેટની ધારદાર દલીલો તથા નામદાર કોર્ટના ચુકાદાઓ ધ્યાને લઇ ફરિયાદી પોતાનો કેસ પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ હોવાનું તારણ કાઢતા નામદાર કોર્ટે આરોપીને નિર્દોષ છુટકારો આપવાનો હુકમ કરાયો છે. આ કેસમાં બચાવ પક્ષે વાપીના જાણીતા ઍડવોકેટ દીપેશ આર. ભટ્ટ તથા ઋચા બી. રાવલ રોકાયેલ હતા. જેઓની દલીલોને કારણે આરોપીનો નીદોષ છુટકારો થયો છે.