કપરાડા તા. પં.ની ઘોટણ બેઠક પર ભાજપનો વિજય
- byDamanganga Times
- 19 February, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
કપરાડા,તા.૧૮ઃ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં યોજાયેલી તાલુકા પંચાયત પેટા ચૂંટણી–૨૦૨૫માં ભાજપના ઉમેદવાર અંબાદાસ ગોપાળભાઈ ગાયકવાડે ૨૯૭૫ મતોથી જંગી બહુમતિ સાથે વિજય મેળવ્યો છે. તેમની આ જીતથી ભાજપના કાર્યકરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મતગણતરી દરમિયાન કપરાડામાં ઉત્સાહભર્યો માહોલ ચૂંટણી પરિણામોની ગણતરી શરૂ થયા બાદથી જ ભાજપના સમર્થકોમાં આત્મવિશ્વાસ હતો. પ્રારંભિક રાઉન્ડથી જ અંબાદાસ ગાયકવાડ આઘે હતા અને અંતે તેમણે વિરોધી ઉમેદવારને ૨૯૭૫ મતોથી પરાજિત કર્યા. જીતની જાહેરાત થતા જ કપરાડા તાલુકામાં ભાજપના કાર્યકરોઍ ઍકબીજાને મીઠાઈ ખવડાવી, ફટાકડા ફોડ્યા. ભાજપના નેતાઓઍ જીતને વિકાસ અને લોકોના વિશ્વાસનું પરિણામ ગણાવ્યું. આ જીત બાદ ભાજપના સ્થાનિક અને જિલ્લા કક્ષાના નેતાઓઍ કહ્નાં કે આ પરિણામ વિકાસની નીતિઓ અને સારા શાસન પર જનતાના વિશ્વાસનું પ્રતીક છે. રાજકીય માહોલમાં પણ આ જીત મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે કપરાડા જિલ્લામાં અ.જ.જા. માટે અનામત આ બેઠક પર ભાજપે બહુમતી સાથે વિજય મેળવ્યો છે. વિજય બાદ અંબાદાસ ગોપાળભાઈ ગાયકવાડે આ જીત માટે કપરાડાની જનતાનો આભાર માન્યો અને કહ્નાં કે તેમનુ પ્રાથમિક લક્ષ્ય લોકોની સેવામાં જ રહેશે. તેઓઍ ખાસ કરીને આદિવાસી સમુદાયના હિતો માટે કામ કરવાની પ્રતિજ્ઞા પણ વ્યક્ત કરી. ભાજપના કાર્યકરો અને સમર્થકોની ઊર્જા જોઇને સ્પષ્ટ થાય છે કે પેટા ચૂંટણીની આ જીત તેમની માટે આગામી મુખ્ય ચૂંટણી માટે પ્રેરણારૂપ સાબિત થશે.