Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

વલસાડ જિલ્લામાં આંબાવાડીના ખેડૂતો માટે માર્ગદર્શિકા

વલસાડ જિલ્લામાં આંબાવાડીના ખેડૂતો માટે માર્ગદર્શિકા

(દમણગંગા ટાઇમ્સ)

વલસાડ,તા.૧૮ઃ વલસાડ જિલ્લા બાગાયત વિભાગનાં સેન્ટર ઓફ ઍક્ષેલન્સ ફોર ફલોરીકલ્ચર અને મેંગો, ચણવઇ દ્વારા આંબાપાકની ખેતી કરતા ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં આંબાવાડીમાં હાલ મધિયો/હોપર અને થ્રીપ્સનો ઉપદ્રવ જોવા મળે તો બુફોફેંજીન ૨૫્રુ લ્ઘ્ ૧૦૦૦ મી.લી. અથવા ડેલ્ટામેથ્રીન ૨.૮્રુ ચ્ઘ્ ૫૦૦ મી.લી. અથવા ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮્રુ લ્ન્ ૪૦૦ મી.લી. અથવા લેમડાસાયહેલોથ્રીન ૫્રુ ચ્ઘ્ ૧૦૦૦ મી.લી. અથવા ટોલ્ફેનપાયરાડ ૧૫્રુ ચ્ઘ્ ૨૦૦૦ મી.લી. પ્રતિ ૧૦૦૦ લીટર મુજબ છંટકાવ કરવો તેમજ ભુકીછારાના નિયંત્રણ માટે ડિનોકેપ ૪૮્રુ ચ્ઘ્ ક્ ૫૦૦ ગ્રામ અથવા હેકઝાકોનાઝોલ ૫્રુ લ્ઘ્ ક્ ૧૦૦૦ મી.લી. અથવા પેન્કોનાઝોલા ૧૦્રુ ચ્ઘ્ ક્ ૫૦૦ મી.લી. અથવા વેટેબલ સલ્ફર ૮૦્રુ ષ્ઞ્ ૨ કિ.ગ્રા. પ્રતિ ૧૦૦૦ લીટર પાણી મુજબ છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. આ ભલામણો ફ્રુટ સેટ થયા બાદની હોય જો ફલાવરીંગ સ્ટેજ હોય તો નીમ ઓઇલ અથવા જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરવા જણાવવામાં આવે છે. 

વધુ માહિતી માટે સેન્ટર ઓફ ઍક્ષેલન્સ ફોર ફલોરીકલ્ચર અને મેંગો, ચણવઇ, તાલુકા બાગાયત અધિકારી તેમજ મદદનીશ બાગાયત નિયામક જિલ્લા કક્ષાનો સંપર્ક કરવો. વધુમાં માર્ગદર્શન માટે નાયબ બાગાયત નિયામકની કચેરીનાં ટેલીફોન નંબર ૦૨૬૩૨ ૨૪૩૧૮૩ પર સંપર્ક કરવો. આમ આગામી દિવસોમાં આંબાવાડીમાં કેરી બંધારણ થશે જેથી ખેડૂતોઍ માવજત કરવી જરૂરી છે ઍવુ નાયબ બાગાયત નિયામકે અખબારી યાદીમાં જણાવ્યુ છે.