Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

આજે બીલીમોરા પાલિકા માટે મતગણતરી ઃ કેટલાંક વોર્ડમાં ઉલટફેરની શક્યતા

આજે બીલીમોરા પાલિકા માટે મતગણતરી ઃ કેટલાંક વોર્ડમાં ઉલટફેરની શક્યતા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા.૧૭ ઃ બીલીમોરા નગરપાલિકા ચૂંટણી બાદ આજે મંગળવાર સવારે પોસ્ટલ મતો સાથે ઇવીઍમમાં અંકિત વિજાણુ મતોની ગણતરી માટે તંત્રઍ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. ગણતરીનાં સમયમાં મતદારોની આતુરતાનો અંત આવશે. તે અગાઉ રાજકીય ઉત્તેજના વ્યાપી છે.

બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં મતદાન બાદ કોલેજ પરિસર સ્થિત બીઍસ પટેલ સ્કૂલના સ્ટ્રોંગ રૂમમાં ઇવીઍમ શીલ કરાયા હતાં. જ્યાં રાઈફલધારી જવાન રાઉન્ડ ધ ક્લોક પહેરો ભરી રહ્ના છે. મંગળવારે સવારે ૯નાં ટકોરે મતગણતરી હાથ ધરાશે. જેમાં વોર્ડ-૧ થી ૯ વોર્ડના પાંચ પાંચ ઇવીઍમ છે. જેની ગણતરી કરાતા બપોર સુધીમાં તમામ હાર જીતનાં પરીણામો પ્રા થશે. ઍમ મનાઈ રહ્નાં છે કે, બીલીમોરા પૂર્વ વિસ્તારમાં ભાજપ નો દબદબો યથાવત રહેશે જ્યારે પડ્ઢિમમાં અપક્ષ ઉલટફેર નોંધાવશે ઍવા ઍંધાણ વર્તાઈ રહ્નાં છે. જેને કારણે ભાજપનો ૩૬માંથી ૩૬ બેઠકો જીતવાનાં દાવાનો છેદ ઉડશે. વોર્ડ નં.૧, ૨, ૩, ૪, ૫, ૮માં ઉલટફેરની સંભાવના વર્તાઈ રહી છે. જેને કારણે રાજકીય માહોલ માં ઉત્તેજના વ્યાપી છે.

આજે મતગણતરી માટે  ચૂંટણી અધિકારી મિતેશ પટેલ ની ટીમ સજ્જ બની છે. બીલીમોરા નગરપાલિકા માં ૨૫૪૬૫ મતદારો ઍટલે કે ૬૦.૪૭ ટકા મતદારો ઍ ઇવીઍમ માં મત આપ્યા હતા. જ્યારે ૪૪ ઍ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.