આજે વલસાડ પાલિકા માટે મતગણતરી
- byDamanganga Times
- 18 February, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૭ ઃ વલસાડ નગરપાલિકાની ૧૧ વોર્ડની ૪૪ બેઠકો પૈકી સાત ભાજપી સભીઓ બિનહરી ચૂંટાઈ આવ્યા બાદ પાલિકાની ૧૦ બોર્ડની ૩૭ બેઠકો ઉપર ગઈકાલે ૫૩.૨૫ ટકા જેટલું મતદાન થયું હતું. તમામ મતદારોના મતો ઇવીઍમ મશીનમાં ફીટ થયા બાદ વલસાડ આવા બાઈ સ્કૂલના વાડિયા હોલમાં સ્ટ્રોંગ રૂમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવ્યા છે. જોકે આજે મંગળવારે ૧૮મી ફેબ્રુઆરીના રોજ મત ગણતરી થનાર છે. પાલિકાના ૩૭ ઉમેદવારોના ભાવિ ઇવીઍમ મશીન નક્કી કરશે. જોકે આ નગરપાલિકાની ચૂંટણીમાં કેટલાક વોર્ડમાં ભાજપને મતદારો મથાવશે. જોકે મોગરાવાડી અબ્રામા વિસ્તારમાં વર્ષોથી કોંગ્રેસનો દબદબો હોય ત્યારે વલસાડના સાંસદ અને ધારાસભ્ય સહિત ભાજપ શહેર અને જિલ્લા સભા અને રેલી કરી મતદારોને ભાજપ તરફે ફેરવ્યા છે. ત્યારે આવતીકાલે મોગરાવાડી અને અબ્રામા વિસ્તારમાં ભાજપના કેટલા ઉમેદવારો ચૂંટાઈ આવશે. તેના પર વિસ્તારના મતદારોની મિટ મંડાયેલી છે.
વલસાડ નગરપાલિકાની ૧૧ વોર્ડની ૪૪ બેઠકોની ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાવાની હતી. પાલિકાની ૧૧ વોર્ડની ૪૪ બેઠકોમાંથી વોર્ડ નંબર આઠમાં ભાજપે ચાર સભ્યો આવ્યા છે. તો વોર્ડ નંબર નવમા ઍક અને વોર્ડ નંબર ૧૦માં બે ભાજપી સભ્ય મળી કુલ સાત ભાજપી સભ્યો બિનહરીફ ચૂંટાય આવ્યા છે. ત્યારે પાલિકાને ૧૦ વોર્ડ અને ૩૭ સભ્યોની ચૂંટણી ૧૬ ફેબ્રુઆરીના રોજ યોજાઇ હતી. જેમાં ૫૩.૨૫ ટકા જેટલું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. પાલિકાની ચૂંટણીના મતો મતદાનની ઇવીઍમ મશીન ફિટ થઈ ગયા અને તેને વલસાડની આવાબાઈ હાઈસ્કૂલમાં આવેલા વાડિયા હોલના સ્ટ્રોંગ રૂમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવ્યા છે. પાલિકાની યોજાયેલી ચૂંટણીની મતગણતરી ૧૮મી ફેબ્રુઆરીના મંગળવારના રોજ થનાર છે. ત્યારે વલસાડ પાલિકાના ૩૭ બેઠકો ઉપર ચૂંટણી જંગમાં ઉતરેલા ભાજપ કોંગ્રેસ અપક્ષ સભ્યોના ઉમેદવારોનું ભાવિ ઇવીઍમ મશીન નક્કી કરશે. જોકે ભાજપ કોંગ્રેસનો ઉમેદવારો પોતપોતે જીતનો દાવો કરી રહ્ના છે. જોકે વલસાડ શહેરમાં મતદાન થયા પછી બીજા દિવસે ચર્ચા ઉઠી કે વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર ઍકમાં ભાજપની પેનલ વિજેતા બને છે. તો વોર્ડ નંબર ૨માં માજી નગરપાલિકા પ્રમુખની પુત્રી ઉર્વશી પટેલ અને માજી ભાજપ પાલિકા સભ્ય હિતેશ રાણાની પત્ની ગૌરી રાણા સહિત ભાજપની ચાર બેઠકો ભાજપના ઉમેદવારોને મળશે. જ્યારે વર્ષોથી કોંગ્રેસનો ગઢ કહેવાતા ઍવા મોગરાવાડી વોર્ડ નંબર ૩માં કોંગ્રેસ માંથી ગીરીશ દેસાઈની પેનલ તથા વોર્ડ નંબર ૪માંથી સંજય મેનેજરની પેનલ ચૂંટાઈ આવતી હતી. જોકે ચાલુ વર્ષે યોજાનારી પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૩માંથી માજી નગરપાલિકા સભ્ય આશુતોષ ઉર્ફે બબલુ મિશ્રાની પેનલ તેમજ વોર્ડ નંબર ૪માં સુનિલ યાદવની ભાજપી ટીમે ઉમેદવારી નોંધાવી છે. જોકે આ વર્ષની ચૂંટણીમાં ભાજપના મોગરાવાડી અને અબ્રામા વિસ્તારમાં વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઇ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, વલસાડ જિલ્લા સંગઠન અને વલસાડ શહેર સંગઠન ઍ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા માટે બે-ત્રણ વખત ચૂંટણી સભા અને પ્રકારના અંતિમ દિવસે બાઈક રેલી કાઢી કોંગ્રેસના ઘરમાં ગાબડું પાડીને મતદારોને ભાજપ તરફે ખેંચી લાવ્યા હતાં. જોકે વોર્ડ નંબર ૩ના ભાજપે ઉમેદવાર આશુતોષ ઉર્ફે બબલુ મિશ્રા અને તેમની પેનલનો ભવ્ય વિજય થશે. જ્યારે વોર્ડ નંબર ૫માં પણ ભાજપના બે સભ્યો અને અપક્ષના સભ્યમાં બેલાબેન અને ધર્મેશભાઈ ડાંગ વિજેતા બનશે . વોર્ડ નંબર ૬માં પણ ભાજપના બે અને અપક્ષના બે સભ્યો વિજેતા બનશે. પાલિકાના વોર્ડ નંબર સાતમાં અપક્ષના સભ્યોની બોલબલા રહેશે. તેવી સંભાવના છે જ્યારે ભાજપને બે બેઠક મળશે. ઍવી ચર્ચાઓ ચાલે છે. વોર્ડ નંબર ૯ માં અપક્ષના બે સભ્યો માટે મતદાન વધુ થયું છે. જ્યારે ભાજપના બે ઉમેદવારો જીતે તેવી સંભાવના છે. વોર્ડ નંબર ૧૦ માં બે ઉમેદવારો બિન હરીફ ચૂંટાય આવ્યા છે. જ્યારે વિસ્તારમાં માજી નગરપાલિકા પ્રમુખ પતિ અમીશ પટેલ વિસ્તારના મતદારોનો ભારે વિરોધ જોવા મળ્યો હતો. જયારે વિનોદ ઉર્ફે કામલી શર્મા વિજેતા બનશે. વોર્ડ નંબર ૧૧ માં અબ્રામા વિસ્તારમા અપક્ષ તરીકે છુટાતા આવતા ગુલશેર ઉર્ફે ઝાકીર પઠાણ, માજી નગરપાલિકા સભ્ય રવિન્દ્ર મહાકાલ ની પત્ની સપના મહાકાલ વિજેતા બનશે. જ્યારે ભાજપને બે બેઠકો મળે ઍવી સંભાવના છે. વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને અપક્ષની બોલબાલા રહે તેવી શક્યતાઓ છે. ત્યારે આવતીકાલે મોગરાવાડી અને અબ્રામા વિસ્તારમાં ભાજપના કેટલા ઉમેદવારો ચૂંટાઈ આવશે. તેના પર વિસ્તારના મતદારોની મીટ મંડાયેલી છે.