વલસાડ, વાપીની આઈટી રેડમાં ૫૫૦ કરોડના આર્થિક વ્યવહાર ઝડપાયા
- byDamanganga Times
- 18 February, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૭ ઃ વલસાડ વાપીમાં આઈટીની રેઈડમાં વિંગ દ્વારા હાથ ધરેલ ઇન્વિગેશનના સર્ચ ઓપરેશનમાં ૫૫૦ કરોડના બે નામની વ્યવહારો તપાસમાં મળી આવ્યા સાથે ૨૦ લોકર સીલ કરાયા જેની તપાસ દરમિયાન ૨.૨૫ કરોડનું સોનું અને લગભગ ૫૦ લાખથી વધુની રોકડ મળી આવ્યા.
વલસાડ, વાપી અને સરીગામના બિલ્ડર રીયલ ઍસ્ટેટ તેમજ વકીલ અને આર્કિટેકને ત્યાં ઇન્કમટેક્સ વિભાગની ૧૬ જેટલી ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં અગાઉ ૪૦૦ કરોડથી વધુના આર્થિક વ્યવહારો અને ૨.૨૫ કરોડનું સોનુ તેમજ રોકડ મળી આવી હતી. જે અંતર્ગત આજે આ પ્રકરણમાં વધુ તપાસ કરતા વલસાડના જાણીતા બિલ્ડર અને ઍસ્ટેટ ઍજન્ટ જગદીશભાઈ શેઠીયા પાસેથી ૧૦૦ કરોડ તેમજ દીપસિંહ ઠાકોર પાસેથી ૨૦ કરોડ અને રાકેશ જૈન પાસેથી પાંચ કરોડની બેનામી આર્થિક વ્યવહારો મળી આવ્યા હતાં. સાથે તેઓની પાસેથી ૫૦ લાખ રોકડ પણ મળી આવ્યા છે. આ આઈટી સેલના સર્ચ ઓપરેશન પ્રકરણમાં અગાઉ વલસાડ વાપીના જાણીતા બિલ્ડર દીપેશ ભાનુશાલી અને હિતેશ ભાનુશાલી પાસેથી ૧૦૦ કરોડની કિંમતના દસ્તાવેજો થકી થયેલા વ્યવહારો તેમજ વલસાડના ઍસ્ટેટ ઍજન અને બિલ્ડર બીપીનભાઈ પટેલને ત્યાંથી ૫૦ કરોડ, રાજેશ રાઠોડને ત્યાંથી ૪૦ કરોડના દસ્તાવેજો ઉપરાંત વલસાડ વાપીના જાણીતા ઍડવોકેટ વિપુલભાઈ કાપડિયાને ત્યાંથી ૨૦૦ કરોડના દસ્તાવેજો અને આર્થિક વ્યવહારોની માહિતી મળી હોવાનું કહેવાય છે. આજે આ પ્રકરણમાં આ જગદીશ શેઠીયા, દીપસિંહ ઠાકોર, રાકેશ જૈનને ત્યાંથી આર્થિક વ્યવહારો મળી આવ્યા છે. જ્યારે આ તમામ બિલ્ડર આર્કિટેક ઍસ્ટેટ, ઍજન્ટ, વકીલ અને જમીન ડેવલોપરના સીલ કરાયેલા ૨૦ લોકરમાંથી પાંચ લોકો ખોલાયા છે. જેમાંથી વાપીના આર્કિટેક મનીષ શાહના બ્લોકરમાંથી સવા બે કરોડની સોનાની બિસ્કીટ મળી આવી હતી. હજુ અન્યના ૧૫ લોકોનો ખોલી તેમાં તપાસ કરવાનો બાકી હોવાનું જાણવા મળે છે. આ તમામ કામગીરી વલસાડ વાપી ઇન્કમટેક્સના અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે વાપી વલસાડ તેમજ વલસાડ જિલ્લાના અનેક બિલ્ડરો ઍસ્ટેટ ઍજન્ટ તેમજ જમીન લે-વેચનું મોટા પ્રમાણમાં કામકાજ કરનારાઓમાં ભારે ફાફડાટ ફેલાઈ જવા પામ્યો છે. તો વાપી અને વલસાડ તેમજ સંઘ પ્રદેશમાં બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા ઍક બિલ્ડર હતો. આ સચ ઓપરેશનની તમામ માહિતીઓ મેળવી રહ્ના છે અને તેમના કેટલાક ભાગીદારો વતન તરફ ઓફિસ અને બુકિંગ ઓફિસ બંધ કરી ગયા હોવાનું પણ ચર્ચા ચાલી રહી છે.