Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

ખડકીભાગડામાં બે સંતાનના પિતાઍ ગળે ફાંસો ખાધો

ખડકીભાગડામાં બે સંતાનના પિતાઍ ગળે ફાંસો ખાધો

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા.૧૭ઃ બહેને ઘરનો દરવાજો ખોલી જોયું તો સામે ૩૫ વર્ષીય ભાઈની લાશ ઘરના પંખા સાથે બાંધેલ નાયલોનની દોરી ઉપર લટકતી જોતા બૂમાબૂમ કરતા કરતા આજુબાજુના લોકો દોડી ગયા હતા. વલસાડના ખડકી ભાગડા ડેરા  ફળિયામાં વિસ્તારમાં શોકની કાલીમાં ફેલાઈ ગઈ હતી. ભાઈઍ કોઈ અગમ્યો કરણોસર આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દેતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

વલસાડ શહેરના ખડકી ભાગડા ડેરાં ફળિયામાં સુનિલ સુમનભાઈ નાયકા ઉ.વ ૩૫ રહે છે. સુનિલ નાયકાને સંતાનોમાં ઍક છોકરો અને ઍક છોકરી છે. આજરોજ સુનિલ ઘર નજીક ફળિયામાં લગ્ન  પ્રસંગમાં  ભોજન લેવા માટે ગયા બાદ પરત  પોતાના ઘરે ગયો હતો જે બાદ પોતાની પહેલે ઘરનું  બારણું   ખોલીને જોયું તો પોતાના ભાઈની લાશ ઘરના રૂમમાં પંખા સાથે નાયલોન દોરી બાંધી ગળે ફાંસો ખાધેલી  હાલતમાં જોવા મળતા તેણે બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જીવન ટૂંકાવી લેતા ભારે ચકચાર મચી જવાં પામી હતી. સુનિલ નાયકાઍ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દેતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા વલસાડ સીટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટ્ટ સ્થળે દોડી જઈ લાસ્ટને ઉતારે પોસ્ટમોર્ટમ માટે વલસાડ નગરપાલિકા હોસ્પિટલમાં  મોકલી આપે આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.