Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

પારડીના બુટલેગર નિલેશ ઠાકોરને પાસામાં ધકેલાયો

પારડીના બુટલેગર નિલેશ ઠાકોરને પાસામાં ધકેલાયો

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા.૧૭ઃ દમણથી દારૂનો જથ્થો  ગુજરાત રાજ્યમાં મોટા પ્રમાણમાં હેરાફેરી કરતો પારડી ઓરવાડના બુટલેગરને જિલ્લા મેજિસ્ટ્રેટે આરોપીને પાછા હેઠળ ભાવનગર જેલમાં મોકલી દેવાનો હુકમ કરતા વલસાડ ઍલસીબીની ટીમે આરોપીની ધરપકડ કરી  જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

વલસાડ જીલ્લા મેજીસ્ટ્રેટ  નૈમેશ દવેના માર્ગદર્શન હેઠળ વલસાડ જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના મુજબ ઍલ.સી.બી. વલસાડના પોલીસ ઇન્સ્પેકટરનાઓઍ સંઘ પ્રદેશ દમણમાંથી ગુજરાત રાજયમાં મોટા પાયે દારૂની હેરાફેરી કરતા બુટલેગર નિલેશ ઉર્ફે નિલ્યો ઘોડી, બિરેન્દ્રસિંગ ઠાકુર રહે. ઓરવાડ, માણેકનગર, રિધ્ધી-સિધ્ધી ઍપાર્ટમેન્ટની સામે, તાલુકા પારડી જી.વલસાડ વિરોધ પારડી પોલીસ સ્ટેશનમાં ૨.૫૮ લાખ અને  વલસાડ સીટી પોલીસ મથકમાં ૨.૦૮ લાખ નો દારૂ ઝડપી પાડ્યા બાદ બુટલેગર સામે પાસાનુ શસ્ત્ર ચલાવવા સારૂ તેઓના વિરૂધ્ધમા નોંધાયેલ ગુન્હાના સાધનિક કાગળો ઍકઠા કરી જીલ્લા મેજીસ્ટ્રેટ  વલસાડ નાઓ તરફ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપેલ હતી. જે પાસા દરખાસ્ત જીલ્લા મેજીસ્ટ્રેટ  નૈમેશ દવેઍ પાસા દરખાસ્ત મંજુર કરી સદર ઇસમને પાસા હેઠળ અટકાયતમાં લેવાનો હુકમ કરતા ઍલ.સી.બી. ટીમ દ્રારા નિલેશ ઉર્ફે નિલિયો ઘોડીને  પાસા અટકાયતમાં લઇ આરોપી નિલેશ ઉર્ફે નિલ્યો ઘોડી બિરેન્દ્રસિંગ ઠાકુરને જીલ્લા જેલ, ભાવનગર   મોકલી આપેલ છે.