Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

દાનહ વિદ્યાર્થી મોરચાના વિદ્યાર્થીઓ પર થયેલી ઍફ.આઈ.આર હાઇકોર્ટે રદ કરી

દાનહ વિદ્યાર્થી મોરચાના વિદ્યાર્થીઓ પર થયેલી ઍફ.આઈ.આર હાઇકોર્ટે રદ કરી

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) 

સેલવાસ,તા.૧૭ઃ દાનહ વિદ્યાર્થી મોરચાના વિદ્યાર્થીઓ સામે નોંધાયેલ ઍફ.આઈ.આર હાઇકોર્ટે રદ કરી છે. ગયા વર્ષે શિષ્યવૃતિ માટે વિદ્યાર્થીઓઍ આંદોલન કર્યું હતું, જેના પછી પ્રશાસને તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી હતી.

વિદ્યાર્થીઓઍ શિષ્યવૃતિની માંગ સાથે શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો હતો ત્યારે વિદ્યાર્થીઅો સામે કાયદા વિરુદ્ધ કાર્યવાહી કરવા બદલ ઍફ.આઈ.આર કરાઈ હતી. આ નિર્ણય સામે વિદ્યાર્થીઓઍ હાઇકોર્ટમાં અપીલ કરી હતી, જ્યાં કોર્ટે તેમની અરજી પર સુનાવણી કર્યા બાદ ઍફ.આઈ.આર રદ કરવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળે છે.

વિદ્યાર્થી મોરચાના નેતાઓઍ હાઇકોર્ટના નિર્ણયને ન્યાયપૂર્ણ ગણાવ્યો છે અને આંદોલનકારી વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય આશાજનક હોવાનું જણાવ્યું હતું.

સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ જેવો જુદી જુદી ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે તેઓને છેલ્લા પાંચ વર્ષથી સ્કોલરશીપ ન મળેલ તેમજ આ સંઘ પ્રદેશના તમામ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ, યુનિફોર્મ, ચોપડા, બુટ, જેવી સુવિધાઓ છેલ્લા ઘણા સમયથી ન મળેલ જે અંગેની રજૂઆત છેલ્લા પાંચ વર્ષથી ઍજ્યુકેશન વિભાગ, કલેક્ટર સાહેબ તેમજ અન્ય ઓથોરિટીને કરતા રહેલ છતાં પણ વહીવટી તંત્રના પેટનું પાણી હાલતું નહોતું જેથી ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ પોતાના હક અધિકાર માટે ભૂખ હડતાલ સાથે આવેદનપત્ર આપી ભુખ હડતાળ પર બેઠા હતાં. જેની સામે ઍફઆરઆઈ નં.૩૩/૨૦૨૪, શ્/સ્ન્.૧૮૮ ,૧૨૦ગ્, ૨૩૮, ઍફઆરઆઈ નં.૩૦, ૨૦૨૪ શ્/સ્ન્.૧૪૭,૧૪૯,૧૫૩, ૧૮૬, ૩૫૩, ૪૪૭, ૪૪૩, ૫૦૬, ૩૪ના કેસ કર્યા હતાં જે બાબતે ઍડવોકેટ દિપકભાઈ કુરાડાને પણ સાથે ખેîચ્યા હતાં. જે અંગેની રીટ પીટીશન મુંબઈ હાઇકોર્ટમાં વિદ્યાર્થીઓઍ કરી હતી અને વિદ્યાર્થીઓ ઉપર થયેલ ઍફઆઈઆર રદ્દ કરવાની માંગની કરી હતી. મુંબઈ હાઇકોર્ટે આ રીટ પિટિશનની વિગત અને મેરીટને ધ્યાનમાં લઈ  વિદ્યાર્થીઓ પર થયેલ ઍફઆઈઆર રદ્દ કરતા વિદ્યાર્થીઅોમાં આનંદની લાગણી ફેલાઈ હોવાનું જાણવા મળે છે.