મહુવાસમાં બાઈક ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત
- byDamanganga Times
- 18 February, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વાંસદા, તા.૧૭ઃ પોલીસ સૂત્રથી પ્રા માહિતી મુજબ વાંસદા તાલુકાના મહુવાસ ગામે ઝાડી ફળિયામાં કુમાર છાત્રાલય નજીક વાંસદાથી વઘઇ જતાં રોડ ઉપર ઍક મો.સા. રોડની બાજુમાં ઉતારી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. સંતુભાઈ અનાજુભાઇ વડ (ઉ.વ. ૩૯ ધંધો-ખેતી રહે, ખાંભલા બજાર ફળિયુ તા. વાંસદા જિ. નવસારી) જેઓ પોતાની હિરો કંપનીની મોટર સાઇકલ નં.- ઞ્થ્-૨૧-ખ્લ્-૬૩૧૬ લઇ હોડીપાડા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી પરત ફરતી વેળાઍ પોતાની મો.સા. પુર ઝડપે તેમજ ગફલતભરી રીતે હંકારી લાવી મહુવાસ ગામે ઝાડી ફળિયામાં કુમાર છાત્રાલય નજીક વાંસદાથી વઘઇ જતાં રોડ ઉપર સિસમના ઝાડ પાસે આવતા સંતુભાઇઍ મો.સા.ના સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા પોતાની બાઈક રોડની કિનારે આવેલ સિસમના ઝાડ સાથે જોરથી અથડાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં તેમને મોઢાના ભાગે, ડાબા ગાલ પર, આંખના ભાગે ગંભીર ઇજા થતા મોઢામાંથી લોહી નિકળવા લાગ્યું હતું. જેમાં સંતુભાઇનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ સમગ્ર બનાવ અંગે રાજેશ માંદિયાભાઈ પવાર રહે. આંબાપાણી તા. વાંસદાઍ પોલીસ મથકે ફરિયાદ આપી હતી.