Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

વાંસદા તાલુકાના અનેક બસસ્ટેન્ડો જર્જરિત

વાંસદા તાલુકાના અનેક બસસ્ટેન્ડો જર્જરિત

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

વાંસદા, તા.૧૭ઃ વાંસદા તાલુકાના અનેક ગામોમાં બસ સ્ટેન્ડોનું અસ્તિત્વ મટી જવાના આરે છતાં તંત્રની આંખ ખુલતી નથી. જેમાં  વાંસદાથી વઘઈ જતા હાઇવે પર આવેલ ચારણવાડા, મહુવાસ, આંબાબારી, નવતાડ ગામોમાં હાઇવે પરનાજ બસ સ્ટેન્ડ અત્યંત જર્જરિત અને જોખમરૂપ બની જવા પામ્યા છે. જેમાં ચારણવાડા ગામે નાયકી ફળિયા ખાતે આવેલ બસસ્ટેન્ડ રસ્તો ઊંચો થઈ જવાના કારણે ઘણા સમયથી બિનઉપયોગી બની ગયું છે. નિશાળ ફળિયા ખાતેનું બસ સ્ટેન્ડ જાણે જમીનમાં જ સમાય ગયું હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્ના છે. અને ડુંગરી ફળિયા ખાતે આવેલ બસ સ્ટેન્ડ જર્જરિત થઇ જતાં તોડી પાડ્યા બાદ આજદિન સુધી નવું બસ સ્ટેન્ડ બનાવવામાં જ આવ્યું નથી તથા મહુવાસ ગામે મુખ્ય ચાર રસ્તા પાસે આવેલ બસસ્ટેન્ડ પડુંપડું હાલતમાં જોવા મળી રહ્નાં છે. ઍજ રસ્તા પર થોડાજ અંતરે ઝાડી ફળિયા ખાતે આવેલ બસસ્ટેન્ડનો આખો પીલર તૂટી જવા પામ્યો છે. તેમજ આંબાબારી અને નવતાડ ગામના બસસ્ટેન્ડ પણ ખંડેર હાલતમાં જોવા મળી રહ્ના છે. તે ઉપરાંત ધરમપુરી ગામે નિશાળ ફળિયા ખાતેનું જર્જરિત બસસ્ટેન્ડ તોડી પાડ્યા બાદ આજની સુધી નવું બન્યું જ નથી. ખાટાઆંબા ગામે પારસી ફળિયા ખાતે ઘણા સમયથી માત્ર લાકડાના ટેકાના સહારે બસસ્ટેન્ડની છત ટકી રહી છે. આમ વિદ્યાર્થીઓ અને મુસાફરો આવા જર્જરિત અને જોખમી અવસ્થામાં જોવા મળી રહેલ બસસ્ટેન્ડનો ઉપયોગ કરવા મજબૂર બની રહ્ના છે. આવા બસસ્ટેન્ડમાં બેસવાની તો દૂર વાત નજીકમાં ઉભા રહેવામાં પણ લોકો ભય અનુભવી રહ્ના છે. જ્યારે ચોમાસા દરમ્યાન આવા બસસ્ટેન્ડના કારણે લોકોની મુશ્કેલી વધી જવા પામે છે. આમ સરકાર દ્વારા લોકોની સુવિધા માટે અનેક બસસ્ટેન્ડો ના નિર્માણ કરવામાં આવ્યા હતાં. પરંતુ તેની માવજતના અભાવે હાલ આ બસસ્ટેન્ડ લોકો માટે જોખમી અને બિનઉપયોગી સાબિત થઇ રહ્ના છે.