ચીખલીમાં બગલાદેવ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
- byDamanganga Times
- 18 February, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૧૭ઃ ચીખલી થાલા બગલાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા આગામી ૧૯, ૨૦, ૨૧ ફેબ્રુઆરીના રોજ યોજાશે સતત ત્રણ દિવસ સુધી યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બગલાદેવ બાપાની મૂર્તિ રામેશ્વર મહાદેવ, શિવલિંગની સ્થાપના તેમજ વિશ્વકર્મા ભગવાન અને જલારામ બાપાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે તા.૧૯-૨-૨૫ના રોજ ગણેશ પૂજા કુટીર ભવન અને બપોરે ૨ઃ૩૦ કલાકે નગર યાત્રા તા.૨૦--૨-૨૫ ના રોજ કળશ સ્થાપન શાંતિ પૌષ્ટિક હવન તા.૨૧-૨- ૨૫ના રોજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ પૂર્ણાહુતિ સાંજે મહાપ્રસાદ અને રાત્રે ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.