ગીતા રબારી રાજચંદ્ર આશ્રમે ૨૨મી રાત્રે ધૂમ મચાવશે
- byDamanganga Times
- 18 February, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૭ઃ ધરમપુરના રજવાડી મોહનગઢે હવે નવા રૂપ રંગ ધારણ કર્યા છે જ્યાં આધ્યાત્મિક અને ગાંધીજીના ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજીની નગરમાં પધરામણી થયાનાં ૧૨૫ વર્ષ નિમિત્તે આશ્રમ દ્વારા ૩૫ દિવસની ભવ્ય ઉજવણી ચાલી રહી છે, જે નિમિત્તે લોકડાયરાનું શનિવાર-૨૨ તારીખે રાત્રે ૮ વાગ્યે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત પ્રસિદ્ધ સુરીલા મહિલા ગાયક ગીતાબેન રબારી લોકગીત ભજનોની રમઝટ બોલાવશે જેમને સાહિત્યકાર લાખણશી ગઢવી કથા રસમાં તરબોળ કરશે.
લોકસાહિત્ય અને ડાયરાની રસિક ધરમપુર વિસ્તારની જનતાને ભાવભીનું સપરિવાર આમંત્રણ છે, પ્રવેશ નિઃશુલ્ક છે.