કરેંજવેરીમાં શ્રીમદ્દ રાજચંદ્ર ટ્રસ્ટ દ્વારા ઍક અનોખું સંકુલ ઉભુ કરાશે
- byDamanganga Times
- 18 February, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૭ ઃ ધરમપુરના કરેંજવેરી ગામમાં શ્રીમદ્ રાજચંદ્ર શૈક્ષણિક ટ્રસ્ટ્ દ્વારા ઍક અનોખા શૈક્ષણિક સંકુલના નિર્માણ કરવામાં આવી રહ્ના છે જેને લઇ ધરમપુરના આજુબાજુના ગામો ને ફાયદો થશે. શ્રીમદ્ રાજચંદ્ર શૈક્ષણિક ટ્રસ્ટ્ અંતર્ગત છેલ્લા ૨૦ થી વધુ વર્ષોથી શાળાઓ, વિજ્ઞાનપ્રવાહની કોલેજ, સ્કિલ ડેવલપમેન્ટ સેંટર સહિત અનેક શૈક્ષણિક સંસ્થાઓ સફળતાપૂર્વક કાર્યરત છે. જોકે આગામી સમયમા શૈક્ષણિક સંકુલના પ્રોજેક્ટમાં વધુ ઊંડા ઉતારતાં ખુબ દૂરદૃષ્ટિથી કરાયેલ લાંબા ગાળાની વિકાસલક્ષી પરિકલ્પના આ વિશાળ સંકુલમાં નવીન સ્કિલ ડેવલપમેન્ટ સેંટર, ર્નસિંગ કોલેજ અને ઉદ્યોગસાહસિકતા, ટૂંકા ગાળાના ખેતી તથા કોમ્પ્યુટર સંબંધિત અનેક અભ્યાસક્રમો શરુ કરાશે જેનો લાભ ધરમપુર તાલુકાના આજુ બાજુ ગ્રામ્ય વિસ્તારના દર વર્ષે ૩૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઇ શકશે. જેમાં ખાસ કરીને કરંજવેરી ગામના વિદ્યાર્થીઓને નિર્માણ કરવામાં આવનાર પ્રોજેક્ટ થી સામાજિક તથા આર્થિક રીતે વંચિત જૂથના વિદ્યાર્થીઓ પણ અહીં શિક્ષણનો લાભ મળી શકશે આ વિસ્તારના વિધાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા દૂર દૂર સુધી જવું પડે છે જોકે નિર્માણ થનાર નવા સંકુલ થી કન્યા છાત્રાલય અને કિશોર છાત્રાલય બનાવવામાં આવનાર હોવાથી ૧૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા ઉભી કરાશે જેથી અંતરિયાળ ગામોમાંના વિદ્યાર્થીઓ અહીં રહીને અભ્યાસ કરી શકશે.
શ્રીમદ્ રાજચંદ્ર શૈક્ષણિક ટ્રસ્ટ્ના આ પ્રકલ્પમાં આવેલ અનેક અભાસક્રમોથી શીખેલા અનેક કૌશલ્યો અને શિક્ષણ દ્વારા આ હજારો વિદ્યાર્થીઓ ઇલેક્ટ્રિક, કોમ્પુટર, ખેતી, કેમિકલ, ફાર્મા, પ્લાસ્ટિક, ટેક્સટાઇલ વગેરે અનેક ઉદ્યોગોમાં રોજગાર મેળવી શકશે. તેમજ સ્વ રોજગાર વેપાર સ્પોર્ટ્સ કોચિંગ સહિત સરકારી નોકરીની તકો પણ વધી જશે -ાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલમાં, શાળાઓ અને કોલેજ ખાતે શિક્ષક તરીકે નોકરી મેળવી શકશે.
સાથે જ વિશાળ સંકુલની જરૂરિયાતો પુરી પાડવા વિવિધ ઍજન્સી જેમ કે સિક્યોરિટી, હાઉસકીપિંગ, ટ્રાન્સપોર્ટ, ફૂડ, લોજિસ્ટિક તથા નાના ઉદ્યોગોને કામ મળશે અને ૮૦૦ જેટલા સ્થાનિક લોકોને શિક્ષક, ટ્રેનર, ક્લેરિકલ સ્ટ્રાફ વગેરેની નોકરી કરવાની તક મળશે.
માત્ર વિદ્યાલય જ નહિ હોય પણ સ્વમાનભેર આજીવિકા રળવાની ક્ષમતા આપી આ સ્થાનિક યુવાઓના સોનેરી ભવિષ્યને ઘડનારો ઍક મહા સંકલ્પ છે. જે કરંજવેરી સહીત ધરમપુર તાલુકાના અન્ય ગામોને વિકાસને પંથે લઇ જનાર મહા પ્રકલ્પનું આયોજન આગમી દિવસોમા કરવામા આવનાર હોવાની માહિતી પ્રા થવા પામી છે.