સંજાણમાં ૐ સાંઈ યાત્રી પ્રિમયમ લીગ-૨૦૨૫નું આયોજન થયું
- byDamanganga Times
- 18 February, 2025

(દમણગંગા ટાઈમ્સ)
વલસાડ, તા. ૧૭ઃ સંજાણ ખાતે ૐ સાંઈ પદ યાત્રી મિત્ર દ્વારા ૐ સાંઈ યાત્રી પ્રિમયમ લીગ ૨૦૨૫ દ્વારા ત્રીજા વર્ષ માં ક્રિકેટનું આયોજન કર્યું હતું. જેમાં સાંઈ પદ યાત્રીઓ ઍ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેલાડી રહ્ના હતો. કુલ ૧૦ ટીમ બની ભાગ લીધો હતો. પ્રથમ દિવસે ક્રિકેટને ક્રિકેટ ચાહકો માટે કનુભાઈ સોનપાલ, નરેશભાઈ પરમાર, મોહનભાઈ, ગુજરાતી પ્રાથમિક શાળાના આચાર્ય રાજુભાઈઍ ટુર્નામેન્ટનું પ્રથમ દિવસે ઉદ્ઘાટન કર્યું હતું.
બે દિવસ ટુર્નામેન્ટ માં ફાઈનલ મેચનો શાનદાર મુકાબલો અન્ના ટાયગર અને ઍની સુપર કિંગ વચ્ચે થયો હતો. જ્યાં ઍની સુપર કિંગ વિજયતા રહી હતી. બંને ટીમને રોકડા અને ટ્રોફી આપી હતી. બેસ્ટ બેટ્સમેન-શૈલેશભાઈ, મેન ઓફ ધી મેચ-વિક્કી માછી,બેસ્ટ બોલર-સંદીપ ઘોડીને પણ ટ્રાફી આપવામાં આવી હતી. કેપ્ટાનમાં નીતિનભાઈ ટંડેલ, વંશ ટંડેલ ઍ નિભાવી હતી.
વિજયતા ટીમ ને પીનલ પટેલને હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી. રનર્સ અપ ને સાંઈ પાલખી મિત્ર મંડળના સભ્ય અને હરીશભાઈ હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી. આ ટ્રર્નામેન્ટ નિર્દેશક આયોજક બબરિકભાઈ આહીર, સંદીપ ભંડારી, વિક્કી ઘોડી, અમિતભાઈ, મંગળભાઈ, વિલીમભાઈ, સોનુભાઈ, શૈલેષભાઇ, ઉમેશભાઈ, પંકજભાઈ, રિપલભાઈ, અશોકભાઈ, રવિભાઈ, જયેશભાઈ તેમજ તેમની ટીમ રહી હતી. ૐ સાંઈ મિત્ર મંડળ દ્વારા ટુર્નામેન્ટના સહયોગી ડોમ્સના સંતોષભાઇ રવેશિયાનો તેમજ દાતાઓનો આભાર માન્યો હતો. ૐ સાંઈ પદ યાત્રી મિત્ર મંડળ ના આયોજકો દ્વારા ભક્તિ ભાવ માં યુવાનોને છેલ્લા ૧૪ વર્ષ થી પાલખી લઈ સંજાણ થી શેરડી લઈ જવાઈ છે સાથે સાથે રક્તદાન કરી લોકોને ઉપયોગી થવા પ્રેરણા આપી શારીરિક રીતે અને ખેલદિલીનું પણ ઉદાર ક્રિકેટનું આયોજન કરી આપે છે.