Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

પારડી હોસ્પિટલમાં મેગા મેડિકલ કેમ્પ શરૂ

પારડી હોસ્પિટલમાં મેગા મેડિકલ કેમ્પ શરૂ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૭ ઃ પારડીમાં આવેલ માનવ આરોગ્ય સેવા કેન્દ્ર પારડી અને પારડી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે દરેક પ્રકારના રોગોના નિદાન અને સારવાર માટે ના ૧૯ મેગા મેડિકલ કેમ્પ નો શુભારંભ આજરોજ પારડી હોસ્પિટલ માં કરવામાં આવી હતી ફક્ત કપરાડા અને ધરમપુર ના દર્દીઓ માટે આ કેમ્પ યોજાશે તારીખ ૧૬ મી ફેબ્રુઆરીથી ૧૫ મી માર્ચ સુધી આ કેમ્પ ચાલશે દરરોજ પારડી હોસ્પિટલ કિલ્લા પારડીમાં દર્દીઓની સવારે ૯ૅં૦૦ થી ઍક વાગ્યા સુધી તપાસ થશે અહીં પારડી હોસ્પિટલ ના પરિસરમાં આજરોજ વહેલી સવારના ૯ઃ૩૦ કલાકે માનવ આરોગ્ય સેવા કેન્દ્રના ચેરમેન દિનેશભાઈ સાકરીયા માજી ચેરમેન ડોક્ટર ઍમ ઍમ કુરેશી ટ્રસ્ટી દિનેશભાઈ શાહ કલ્પેશભાઈ પરમાર અને ડોક્ટર કુરેષાબેન ઍમ કુરેશી ડોક્ટર લતેશ પટેલ તથા ર્નસિંગ સ્ટાફ ની ઉપસ્થિતિમાં ૧૯ માં મેઘા મેડિકલ કેમ્પની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. બાદમાં મહિલા દર્દીના હસ્તે રીબીન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ડોક્ટર ઍમ ઍમ કુરેશીના જણાવ્યા મુજબ મેગા મેડિકલ કેમ્પ શરૂ થયા ને ૧૯ વર્ષ પૂરા થઈ ગયા છે માત્ર ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારો કે, જ્યાં ગરીબ જનતા વસ્તી હોય ઍમને મોંઘી મેડિકલ ટ્રીટમેન્ટ અને ઓપરેશન કરાવી શકતા નથી ઍમના માટે કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો અને હાલ સુધી ૪,૫૦૦ જેટલા દર્દીઓ કેમ્પમાં ભાગ લઈ ચૂક્યા છે અને ૨૦૦૦ થી પણ મફત ઓપરેશન કરવામાં આવ્યા છે તથા દર્દીઓનો જીવન બચાવવામાં આવ્યો છે દિનેશભાઈ સાકરીયા ઍ રૂપિયા બે લાખનો ચેક જે દાનમાં આ કેમ્પ માટે મળ્યો હોય ઍ ટ્રસ્ટી દિનેશભાઈ શાહને પઠાવ્યો હતો તેઓઍ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું ડોક્ટરોનું સ્વાગત કર્યું હતું અને મેઘા મેડિકલ કેમ્પમાં દર્દીઓને તમામ જરૂરી સહાયતા સાથે મદદ કરવામાં આવશે ઍવું જણાવ્યું હતું. આ કેમ્પમાં ઓપરેશન માટે હોસ્પિટલમાં રહેવાનો ચાર્જ થિયેટર ચાર્જ ર્નસિંગ ચાર્જ અને ડોક્ટરનો ચાર્જ બધા ચાર્જીસ સંપૂર્ણપણે વિના મૂલ્ય રહેશે લેબોરેટરી ઍક્સ રે સોનોગ્રાફી સીટી સ્કેન વિનામૂલ્ય કરવામાં આવશે ઓપરેશનો ૧૭ ફેબ્રુઆરીથી ૧૫ માર્ચ વચ્ચે થશે કેમ્પ દરમિયાન ડોક્ટરની ટીમ વિના મૂલ્યે તપાસ કરી ઓપરેશન ની તારીખ આપશે અને વિના મૂલ્ય ઓપરેશન થશે ઓપરેશન પારડી હોસ્પિટલના નેજા હેઠળ કરવામાં આવશે ૧૫ માર્ચ ૨૦૨૫ પછી કેમ્પ પૂરો થયેલો ગણાશે ડોક્ટરની સલાહ મુજબ વહેલા તે પહેલા ધોરણે સો ઓપરેશન કરવામાં આવશે હરણીયા હાઇડ્રોસીલ ઍપેન્ડિક્સ પિતાશયની પથરી ગર્ભાશયના ઓપરેશન ગર્ભાશય વંધાત્વ દૂરબીન તપાસ વગેરે કરી આપવામાં આવશે કિડનીની પથરીના ઓપરેશનો કરવામાં આવશે. પ્રથમ દિવસથી જ દર્દીઓ નો આગમન શરૂ થઈ ગયો છે અને ઍમની તપાસ શરૂ, આ કેમ્પ ૧૫ મી માર્ચ સુધી ચાલશે.