વાપીની રોફેલ યુનિવર્સિટીમાં મેનેજમેન્ટ ડેવલોપમેન્ટ કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 18 February, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૭ ઃ રજજુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીની રોફેલ બીબીઍ, બીસીઍ કોલેજોમાં તારીખ ૧૧/૦૨/૨૦૨૫ થી ૧૫/૦૨/૨૦૨૫ આમ ૫ દિવસનો પ્રોગ્રામ ચ્ઝ઼ત્ત્ આયોજન કર્યું હતું અને મિનિસ્ટ્રી ઓફ પ્લ્પ્ચ્ ના સહયોગથી રોફેલ જી.આઇ.ડી.સી કોલેજ કેમ્પસમાં ૫ દિવસના મેનેજમેન્ટ ડેવલોપમેન્ટ પ્રોગ્રામનું સફળ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ૩૦ જેટલા વિદ્યાર્થીઓઍ ભાગ લીધો હતો. આ પ્ઝ઼ભ્ કાર્યક્રમ અંતર્ગત ૨૦ થી વધુ વિશિષ્ટ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતની ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાના સિનિયર ઓફિસર પતંજલિ ચૌધરીઍ મહત્વની ભૂમિકા નિભાવી હતી. વિદ્યાર્થીઓ માટે મેનેજમેન્ટ ટુલ્સ, ઉદ્યોગ સાહસિક વલણ, બિઝનેસ કોમ્યુનિકેશન, લીડરશીપ સ્ટાઇલ, ઈમોશનલ ઈન્ટેલિજન્સી, માર્કેટિંગ ઍનાલિસિસ, ફાઇનાન્સ મેનેજિંગ, ચ્ય્ભ્ ઍપ્લિકેશન્સ અને અન્ય ઘણા વિષયો પર તાલીમ આપી. રજજુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર અને રોફેલ કોલેજના આચાર્ય ડૉ. પ્રિયકાન્ત વેદના વિશેષ માર્ગદર્શન અને સહયોગ પ્રા થયો હતો. આ પ્ઝ઼ભ્ દ્વારા વિદ્યાર્થીઓને વ્યવસાય કુશળતા અને વ્યવસ્થાપન કૌશલ્યો વિકસાવવા માટે ઉત્તમ તક મળી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોફેલ યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર અને રોફેલ કોલેજના આચાર્ય ડૉ. પ્રિયકાંત વેદ તથા રોફેલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને પ્રોગ્રામ કોર્ડીનેટર પ્રોફેસર અંજલિ પટેલે અભિનંદન પાઠવ્યા હતા.