નામધા રોફેલના વિદ્યાર્થીઓઍ પ્રાકૃતિ શિક્ષણ કેમ્પમાં ભાગ લીધો
- byDamanganga Times
- 18 February, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૭ ઃ શ્રીમતી સી.ડી. જોબલિયા રોફેલ આર્ટ્સ ઍન્ડ શ્રીમતી આઈ. ઍસ. આર. અચ્છારીવાલા રોફેલ કોમર્સ કોલેજ, વાપી તા. ૧૩-૦૨-૨૦૨૫ ના રોજ વન વિભાગ પારડી રેન્જ, દ્વારા પ્રકૃતિ શિક્ષણ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું, જેમાં શ્રીમતી સી.ડી. જોબલિયા રોફેલ આર્ટ્સ ઍન્ડ શ્રીમતી આઈ. ઍસ. આર. અચ્છારીવાલા રોફેલ કોમર્સ કોલેજ, વાપી ના ૫૦ વિદ્યાર્થીઓને તાપીના મહુવામાં આવેલા પદમ ડુંગરી ફોરેસ્ટ ખાતે પર્યાવરણ, વન્યજીવન,ગ્લોબલ ર્વોમિંગ અને તેના કારણો, ઉપાયો, જંગલો નું મહત્વ, અલિ થતી વનસપતી, તેના ઉપયોગો વિષેની માહિતી થી માહિતગાર કરવામાં આવ્યા. આ કેમ્પમાં વિદ્યાર્થીઓ અને પ્રકૃતિ ઉત્સાહીઓને ઍક તલ્લીન કરનારો આઉટડોર અનુભવ પૂરો પાડવામાં આવ્યો, જેનાથી તેઓ -કૃતિ સાથે જોડાઈ શક્યા અને વિવિધ ઇકોલોજીકલ -ક્રિયાઓ વિશે શીખી શક્યા. વિદ્યાર્થીઓઍ જંગલમાં વિવિધ છોડ અને -ાણીઓને ઓળખવાનું શીખ્યા. તેઓઍ સંરક્ષણ પદ્ધતિઓ અને ટકાઉ -થાઓ વિશે જ્ઞાન મેળવ્યું. તેઓઍ જૂથ પ્રવૃત્તિઓ દ્વારા તેમની ટીમવર્ક અને સમસ્યાનું નિરાકરણ કરવાની ક્ષમતામાં પણ વધારો કર્યો અને કુદરતી સંસાધનોના રક્ષણના મહત્વની વધુ સમજ મેળવી. ઉપરાંત વન વિભાગ ખાતામાં કઈ રીતે કારકિર્દી બનાવી શકાય તે અંગે સચોટ વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી.
આ શિબિર વન વિભાગના ઓફિસરો તેમજ કોલેજ ના બે પ્રધ્યાપકો થકી સફળ રહી, પ્રકૃતિ શિક્ષણ કેમ્પમાં જોડાનાર દરેક માટે ઍક મૂલ્યવાન અનુભવ હતો, જે તેમને પ્રકૃતિ સાથે જોડાવામાં અને પર્યાવરણ વિશે વધુ શીખવામાં મદદ કરતો હતો. રોફેલ પરિવાર વન વિભાગ પારડી અને તેમના ઓફિસરોનો હ્લદયપૂર્વક આભાર માને છે.