સિલવાસામાં તમિલ સંગમનો તાયપૂસમ મહોત્સવ
- byDamanganga Times
- 17 February, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા.૧૬ ઃ તમિલ સંગમ સિલવાસા દ્વારા મંગળવારે તાયપૂસમ પર્વનો ૧૯મો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. ભક્તિ અને શ્રદ્ધાથી ઓતપ્રોત કાવડ અને દુધ કળશ યાત્રા નીકળી હતી. જે પોલીસ સ્ટેશન મંદિરથી શરૂ થઈ અને બાલાજી મંદિર સુધી પહોંચી હતી. યાત્રા દરમિયાન ૨૦૧ શ્રદ્ધાળુઓઍ દુધ કલશ (પલ કુદમ) અર્પણ કરતાં ભક્તિમય માહોલ સર્જાયો.
સિલવાસાના અધ્યક્ષ સેનથિલકુમારે માહિતી આપતાં જણાવ્યું કે આ આયોજનમાં ૫૦૦થી વધુ ભક્તોઍ ભાગ લીધો હતો. ઉપરાંત વલસાડ, વાપી અને ઉમરગામ તમિલ સંગમના અધ્યક્ષ તથા તેમની ટીમ પણ હાજર રહી હતી. બાલાજી મંદિર ખાતે પહોંચ્યા પછી ભગવાન મુરુગનની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. અંતે પ્રસાદ વિતરણ કરાયું હતું. જેમાં વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓઍ ભાગ લીધો હતો. આ ભવ્ય કાર્યક્રમે તમિલ સંસ્કૃતિની મહેમાનગતિ અને ભક્તિભાવને ઉજાગર કર્યો હતો.