Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

દમણમાં આયુષ્માન કાર્ડ માટે કેમ્પનું આયોજન

દમણમાં આયુષ્માન કાર્ડ માટે કેમ્પનું આયોજન

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા.૧૬ ઃ દમણમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ યોજના હેઠળ પાત્ર નાગરિકોને મફત સારવારની સુવિધા પૂરી પાડવામાં આવે છે. દમણની લાઈફ કેર હોસ્પિટલ ખાતે આયુષ્માન કાર્ડ રજીસ્ટ્રેશન અને રિન્યુઅલ કેમ્પ ચાલી રહ્ના છે. ઘણા લોકો આ કેમ્પમાં પહોંચી રહ્ના છે. જેથી તેઓ તેમના નવા કાર્ડ બનાવી શકે અને તેમના જૂના કાર્ડ રિન્યુ કરાવી શકે. આયુષ્માન ભારત યોજના હેઠળ, લાભાર્થીઓને દર વર્ષે રૂ. ૫ લાખ સુધીની મફત સારવાર મળે છે. આ શિબિર દમણમાં અનેક સ્થળોઍ ૩૦ ઍપ્રિલ સુધી ચાલુ રહેશે, જેમાં પાત્ર નાગરિકો પોતાની નોંધણી કરાવી શકે છે.