Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

મતદાનનો પણ વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચામાં

મતદાનનો પણ વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચામાં

વલસાડ નગરપાલિકાની આજરોજ ચૂંટણી દરમિયાન વોર્ડ-૨માં મતદારે મતદાન કરતો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતાં  શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

વલસાડ નગરપાલિકાની ૧૦ વોર્ડની ૩૭ બેઠકો ઉપર આજરોજ ચૂંટણીમાં મતદાન કરવાની કામગીરી સમગ્ર વિસ્તારમાં ચાલી રહી હતી તે દરમિયાન વોર્ડ નં. ૨ માં  ઍક મતદારે પોતે કમળનું બટન દબાવી ભાજપને મત કર્યો હોવા અંગેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકવામાં આવતાં સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે આ અંગે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવામાં આવી ન હતી.