વલસાડ પાલિકાના ૧૦ વોર્ડની ૩૭ બેઠકો ઉપર ૫૩.૨૫ ટકા મતદાન
- byDamanganga Times
- 17 February, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૬ઃ વલસાડ નગરપાલિકાની ૧૧ વોર્ડની ૪૪ બેઠકો પૈકી ઍક વોર્ડ નંબર ૮માં ૪ સભ્ય, વોર્ડ નંબર ૯માં ૧ સભ્ય અને વોર્ડ નંબર ૧૦માં ૨ સભ્ય બિનહરીફ કુલ ૭ ભાજપી સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવતા પાલિકાની ૩૭ બેઠકો પર આજરોજ પાલિકાના ૧૦ વોર્ડની સામાન્ય ચૂંટણીનું મતદાન કરવા માટે સવારથી જ લાઈનો જોવા મળી હતી. વલસાડ નગરપાલિકાનું સાંજે છ વાગ્યે પુરા થતા ચૂંટણી સમય દરમિયાન કુલ ૫૩.૨૫ ટકા જેટલું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થયું છે. જોકે આજરોજ પાલિકાની ચૂંટણીના મતદાન મથકો પર વલસાડ ડાંગના સાંસદ તેમજ વલસાડ જિલ્લા પોલીસ વડા ઍ મુલાકાત લીધી હતી જો કે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂરું થતાં વહીવટી તંત્રઍ રાહતનો દમ લીધો હતો. વલસાડ પાલિકાનું સૌથી ઓછુ ૩૯.૧૮ ટકા જ્યારે સૌથી વધુ વોર્ડ નંબર ૨ માં ૬૧.૯૩ ટકા મતદાન થયું છે. વિકલાંગ મતદાન કરવા આવતા તેના માટે વ્હીલ ચેરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
સમગ્ર ગુજરાત રાજ્યની નગરપાલિકાની સાથે વલસાડ જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં વલસાડ, પારડી અને ધરમપુર નગરપાલિકામાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં વલસાડ નગર પાલિકાની ૧૧ વોર્ડની ૪૪ બેઠક ઉપર ચૂંટણી યોજવાની હતી પરંતુ વોર્ડ નંબર ૮ ના ચાર સભ્યો, વોર્ડ નંબર ૯ માં ૧ સભ્ય વોર્ડ નંબર ૧૦ માં ૨ સભ્યો મળી કુલ ૭ ભાજપી સભ્યો બિનહરીબ ચૂંટાઈ આવ્યા હતા. વલસાડ નગરપાલિકાની ૧૦ વોર્ડની ૩૭ બેઠકો પર પુરુષ ૪૫,૨૧૬ મતદારો અને સ્ત્રી ૪૪૮૧૯ મતદારો મળી કુલ ૯,૦૮૫ મતદારો હતા. ત્યારે આજરોજ વલસાડ નગર પાલિકાની ૧૦ વોર્ડની ૩૭ બેઠકો પર ચૂંટણીનું મતદાન આજરોજ સવારે ૭ઃ૦૦ વાગ્યાથી શરૂ થતા મતદારોને લાંબી કતારો સવારે જોવા મળી હતી. જોકે બપોરે છૂટક છવાયા મતદાનો નીકળ્યા બાદ સાંજે ૦૪ઃ૦૦ વાગ્યા થી સાંજે ૬ વાગ્યા સુધી મોટી સંખ્યામાં મતદારોઍ મતદાન કર્યું હતું. વલસાડ નગરપાલિકા વોર્ડ નંબર ઍકમાં કુલ ૮૪૩૪ મતદારોમાંથી પુરુષ ૨૫૩ અને સ્ત્રી ૨૫૭૧ મળી કુલ ૫૦૭૪ મળી કુલ ૬૦.૧૬ ટકા મતદાન થયું હતું. વોર્ડ નંબર-૨માં કુલ ૭,૮૩૬ મતદારોમાંથી પુરુષ ૨૪૩૦ અને સ્ત્રી ૨૪૨૩ મળી કુલ ૫૮૫૩ મળી કુલ ૬૧.૯૩ ટકા જેટલું મતદાન થયું હતું. વોર્ડ નંબર-૩માં કુલ ૮૮૮૧ કુલ મતદારોમાંથી ૨૬૦૦ પુરુષ અને ૨૨૮૦ મહિલા મળી કુલ ૪૮૮૦ મતદારો મળી કુલ ૫૪.૯૫ ટકા થયું હતું. વોર્ડ નંબર-૪માં કુલ ૮૫ ૦૯ મતદારોમાંથી ૨૫૯૯ પુરુષ અને ૨૨૯૨ સ્ત્રી મળી કુલ ૪૮૯૧ મતદારો મળી કુલ ૫૭.૫૮ ટકા થયું હતું. વોર્ડ નંબર પાંચમાં ૯૫૭૭ કુલ મતદારોમાંથી પુરુષ ૨૬૮૯ અને સ્ત્રી ૨૫૪૬ મળી કુલ ૫૨૩૫ મતદાન થતાં કુલ ૫૪.૪૮ ટકા થયું હતું. વોર્ડ નંબર ૬ માં કુલ ૮૪૪૬ મતદારોમાંથી ૨૦૬૧ પુરુષ અને ૧૮૧૫ સ્ત્રી મળી કુલ ૩૮૭૬ મતદારો કુલ ૪૫.૮૯ ટકા મતદાન થયું હતું. વોર્ડ નંબર-૭માં કુલ ૧૦,૩૬૫ કુલ મતદારોમાંથી ૨૯૨૫ પુરુષ ૨,૭૬૫ સ્ત્રી મળી કુલ ૫૬૯૦ મતદાન૫૪.૯૦ ટકા મતદાન થયું છે. વોર્ડ નંબર ૯માં ૮૦૪૫ મતદારોમાંથી ૧૫૯૪ પુરુષ અને ૧૫૫૮ મહિલા મળીકુલ ૩૧૫૨ મતદાન કુલ ૪૯.૧૮ ટકા વોર્ડ નંબર ૧૦,૭૫૬ ફૂલ મતદારોમાંથી ૨૫૬૯ પુરુષને ૨૨૫૨ મહિલા મળી કુલ ૪૮૧૯ મતદાન થતા ૪૪.૩૯ ટકા વોર્ડ નંબર ૧૧માં કુલ ૯,૦૮૫ કુલ મતદારોમાંથી ૨૯૧૩ પુરુષ અને ૨૫૫૯ સ્ત્રી મતદાન કરતા કુલ ૫૪૭૨ મતદાન થતા કુલ ૬૨.૦૧ ટકા મતદાન થયું છે. આમ વલસાડ નગરપાલિકાની ૧૦ વોર્ડની ૩૨ બેઠકો પર કુલ ૯૦,૦૩૪ કુલ ૨૪,૮૮૧ પુરુષ અને ૨૩૦૬૧ મળી કુલ ૪૭ ૯૪૨ કુલ મતદારો ઍ મતદાન કરતા ૫૩.૨૫ ટકા જેટલું મતદાન થયું છે. નગરપાલિકાની ૧૦ બેઠકો પર આજરોજ મતદાન હોવાથી વલસાડ ડાંગના સાંસદ ધવલભાઇ પટેલ ઍ મુલાકાત લીધી હતી તો વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. કરનરાજ વાઘેલાઍ ચૂંટણી વિસ્તારની મુલાકાત લીધી હતી.
જો કે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂરું થતાં વહીવટી તંત્રઍ રાહતનો દમ લીધો હતો. વલસાડ પાલિકાનું સૌથી ઓછુ ૩૯.૧૮ ટકા જ્યારે સૌથી વધુ વોર્ડ નંબર ૨ માં ૬૧.૯૩ ટકા મતદાન થયું છે. વિકલાંગ મતદાન કરવા આવતા તેના માટે વ્હીલ ચેરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.