બલીઠાથી કિશોરનું અપહરણ
- byDamanganga Times
- 17 February, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૬ઃ વાપીના બલિઠા જકાતનાકા ખાતેથી ૧૬ વર્ષના કિશોરનું અજાણ્યા ઇસમે અપરણ કે ગુમ થઈ જવાની ઘટનાને લઇ વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ કરાય છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપી નજીકના બલિઠા ગામે આવેલ શુભ રેસિડેન્સી ફલેટ નંબર ૩૦૨માં રહેતા મોહમ્મદ શકીલ શેખના ૧૬ વર્ષીય પુત્ર આજમ શેખ ગત તારીખ ૧૦-૨-૨૦૨૫ ના રોજ સ્કૂલમાં રજા હોવાથી વાપી હાઈવે બલિઠા જુના જકાતનાકા બ્રિજ પાસે ગયો હતો ત્યાંથી કોઈ અજાણ્યા ઈસમે તેનું અપરણ કરી ગયા કે તે ઘરના કોઈપણ ઈસમને કહ્ના વગર ક્યાં ચાલ્યો ગયો હોવાની જાણ પરિવારમાં થતા તેઓઍ ભારે શોધખોળ બાદ વાપી ટાઉન પોલીસ મથકમાં અપહરણ અને ગુમ થયાની ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.