પારડી પાલિકામાં ૨૮ પૈકી ૨૭ બેઠકો માટે ૬૪.૫૦ મતદાન
- byDamanganga Times
- 17 February, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
પારડી,તા.૧૬ઃ પારડી પાલિકાની આજે સામાન્ય ચૂંટણીમાં ૨૭ બેઠક માટે થયેલા મતદાનમાં વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહનું વાતાવરણ સાથે અનેક બુથો પર લાંબી લાઇનો જાવા મળી હતી. અંતે ૬૪.૫૦ જેટલું મતદાન થયું છે અને મતદાન થતાં ભાજપ-કોîગ્રેસ અને અપક્ષ ઉમેદવાર દ્વારા જીતનો દાવો કરાયો હતો.
પારડી નગરપાલિકાના વોર્ડ નંબર ૧થી ૭ માં આજરોજ ૫૮ ઉમેદવારોની ચૂંટણીઓ માટે મતદાન થયું હતું. જેમાં ૨૮ બેઠકો પૈકી ઍક બિનહરીફ હોય ૨૭ બેઠકોના ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી તથા અપક્ષ ઉમેદવારોનું ભાવિ ઈવીઍમ મશીનમાં બંધ થઈ ગયું છે. દિવસ દરમિયાન વહેલી સવારથી જ ઉત્સાહપૂર્વક મતદાર ભાઈ-બહેનોઍ મતદાન કર્યું હતું અને ખાસ બાબત તો ઍ છે કે બાલાખાડીના ઍક અંધ વરિષ્ઠ નાગરિક મતદારે મતદાન કર્યું હતું અને લોકોને મતદાન કરવા માટેની પ્રેરણા આપી હતી. તો કેટલાક બૂથ પર ઈવીઍમ મશીનના સ્વીચ કડક થઈ જતાં થોડીવાર મતદાન પ્રક્રિયા ખોવાઈ હતી. પરંતુ તાત્કાલિક મશીન રીપેર કરી દેતા મતદાન પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હતી અને કુલ ૬૪.૫૦ ટકા મતદાન ઍકથી સાત વોર્ડમાં થયું હતું. જેમાં સૌથી વધુ વોર્ડ નંબર ૬માં ૭૨.૪૪ ટકા અને સૌથી ઓછું વોર્ડ નંબર ૨ માં ૫૮.૫૩ ટકા મતદાન થયું હતું. અહીં પારડી ડીસીઓમાં વહેલી સવારથી પારડી નગરપાલિકાના ચૂંટણી અધિકારી અને પારડી પ્રાંત અધિકારી નીરવ પટેલ, મદદનીશ ચૂંટણી અધિકારી કે.ઍમ. રાણા, પારડી પાલિકાના ચીફ ઓફિસર બી.બી. ભાવસાર, તાલુકા વિકાસ અધિકારી વિશાલ પટેલના માર્ગદર્શન હેઠળ પારડીના ડીસીઓ સહિત વોર્ડ નંબર ઍકથી સાતમાં કુલ ૩૨ જૂથમાં ૨૫૦થી વધુ કર્મચારીઓઍ મતદાન પ્રક્રિયા શરૂ કરી હતી. વહેલી સવારના સાત વાગ્યાથી વિશાળ સંખ્યામાં મતદાર ભાઈઓ-બહેનો, વરિષ્ઠ નાગરિકો, યુવાનો, યુવતીઓ મતદાન કરવા માટે મોટી લાઈનમાં ઊભા થયા હતાં અને મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે શરૂ થયું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલાઍ પોતાના સ્ટાફ સાથે દરેક વોર્ડમાં મુલાકાત લીધી હતી. પારડીના પીઆઇ જી.આર. ગઢવીને પોલીસ ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખ્યો હતો અને ૨૦૦ મીટરના અંતર સુધી નક્કી કરવામાં આવેલ મર્યાદા પ્રમાણે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી શાંતિપૂર્ણ રીતે મતદાન કરવા માટે જનતાને સહયોગ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી સહિત અપક્ષના ઉમેદવારોઍ દરેક વોર્ડમાં પોતાના ટેબલ મૂક્યા હતાં અને કાર્યકર્તાઓ દિવસ દરમિયાન જાહેર જનતા વચ્ચે મતદાન કરાવ્યો હતો. વાપીથી ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ આખો દિવસ રહ્ના હતાં. દરેક વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોઍ મતદાન બૂથ પર હાજર રહ્ના હતાં બંને પાર્ટીઍ પોતાની જીતનોં દાવો કર્યો છે.