Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

બીલીમોરા પાલિકા ચૂંટણીમાં ૬૧.૦૬ ટકા મતદાન

બીલીમોરા પાલિકા ચૂંટણીમાં ૬૧.૦૬ ટકા મતદાન

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા. ૧૬ ઃ બીલીમોરા નગરપાલિકા સામાન્ય ચૂંટણી માટે રવિવારે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. જેમાં ૬૧.૦૬ ટકા મતદાન નોંધાતા પરીણામ અત્યંત રસાકસી પૂર્ણ હોવાનું રાજકીય લોકો માની રહ્ના છે. ચાર બુથ માં ઈવીઍમ મશીન ખોટકાયા હતા. બીઍસ પટેલ સ્કૂલ સ્થિત સ્ટ્રોંગ રૂમ માં ઇવીઍમ સીલ કરાયા છે.

બીલીમોરા નગરપાલિકા ૯ વોર્ડની ૩૩ બેઠકોની ચૂંટણી રવિવારે ૭ થી ૬ કલાક દરમ્યાન યોજાઈ હતી. જેમાં ૬૧.૦૬ ટકા સરેરાશ મતદાન નોંધાયું હતું. જેમાં કુલ ૪૨૧૧૩ મતદારો પૈકી ૨૫૬૪૮ (૬૧.૦૬ ટકા) મતદારો ઍ મતદાનની ફરજ નિભાવી હતી. જેમાં વોર્ડ નં.૧ માં ૭૦.૪૯ ટકા, વોર્ડ નં.૨ માં ૬૨.૩૯ ટકા, વોર્ડ નં.૩ માં ૫૯.૫૧ ટકા, વોર્ડ નં.૪ માં ૭૧.૩૬ ટકા, વોર્ડ નં.૫માં ૬૪.૮૨ ટકા, વોર્ડ ન. ૬માં ૪૧.૬૮ ટકા, વોર્ડ નં.૭માં ૫૨.૧૬ ટકા, વોર્ડ નં.૮માં ૬૮.૨૭ ટકા અને વોર્ડ નં.૯માં ૬૧.૧૬ ટકા મતદારોઍ મતાધિકાર નો ઉપયોગ કર્યો હતો. જેમાં સૌથી વધુ વોર્ડ નં.૪માં ૭૧.૩૬ ટકા અને સૌથી ઓછું મતદાન વોર્ડ નં.૬ માં ૪૧.૬૮ ટકા નોંધાયું હતું. જે ગત પાલિકા ચૂંટણી મતદાન કરતા ૭.૯૬ ટકા ઓછું મતદાન છે. મતદાન દરમ્યાન ચાર બુથમાં ઈવીઍમ ખોટકાયા હતા. જેને પગલે થોડા સમય માટે બબાલ મચી હતી. જોકે ઇવીઍમ બદલી કરાતા મામલો સમી ગયો હતો. દરમિયાન બીલીમોરા બીઍસ પટેલ શાળા નાં સ્ટ્રોંગ રૂમ માં ઇવીઍમ સીલ કરાયા હતાં. આગામી મંગળવારે ઇવીઍમ ખુલતા પરીણામો સામે આવશે.ચૂંટણી પરીણામ ભારે રસાકસી પૂર્ણ હોવાનું રાજકીય લોકો માની રહ્ના છે. ભૂતકાળમાં પણ ઘણી વખત ઓછા મતો થી હાર જીત નોંધાઇ હતી.