Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

ધરમપુર પાલિકાનું ચૂંટણીનું ૬૭.૪૧ ટકા મતદાન નોંધાયું

ધરમપુર પાલિકાનું ચૂંટણીનું ૬૭.૪૧ ટકા મતદાન નોંધાયું

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

 ધરમપુર,તા.૧૬ઃ ધરમપુર પાલીકા પાલિકાની પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલ ચૂંટણીમાં સવારના ૭ વાગ્યાથી મતદાન શરૂ કરાતા ધરમપુરના મુખ્ય મતદાન મથકો પૈકી ઍસઍમઍસઍમ હાઇસ્કુલ, કુમારશાળા, પાલિકા હાઇસ્કુલ, કન્યાશાળા, રાજમહલ રોડ પ્રાથમિક શાળા, કાનુર બરડા પ્રાથમિક શાળા, માલનપાડા પ્રાથમિક શાળા, નગારિયા સહીત અન્ય મતદાન કેન્દ્રમાં મતદાન શરૂ કરાયાને પ્રથમ ૭થી ૯ બે કલાકમાં ધીમીગતિઍ ૫.૫૪ ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે બપોરના ત્રણ વાગ્યા સુધીનો મતદાન ૫૦.૬૫  ટકા નોંધાયા બાદ  સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીનું કુલ મતદાન ૬૭.૪૧ ટકા નોંધાયું  હતું. જેમાં ધરમપુર પાલિકાનું ૧થી ૬ વોર્ડમાં મતદારો દ્વારા કરાયેલ મતદાન અનુસાર આ પ્રમાણે વૉર્ડ નંબર ૧મા ૮૦.૧૬ વૉર્ડ નં.૨માં ૫૫.૮૦ વૉર્ડ નં. ૩મા ૬૩.૩૩ વૉર્ડ નં. ૪ મા ૬૨.૧૦ વૉર્ડ નં. ૫માં ૬૯.૩૪ જ્યારે વોર્ડ નંબર ૬માં સૌથી વધારે ૮૩.૨૭ ટકા મતદાન નોંધાયુ હતું અને સૌથી ઓછું મતદાન વૉર્ડ નંબર ૨ માં ૫૫.૮૦ ટકા મતદાન નોંધાયું હતું. જોકે પાલિકાના ૬ વોર્ડ પૈકી સૌથી વધુ મતદારો આ  વોર્ડમા હોવા છતાં ૫૨૭૨ મતદારો પૈકી ૨૯૪૨ જેટલા પુરુષ અને સ્ત્રી મતદારોઍ મતદાન કર્યું હતું. જોકે આ વખતે લગ્નસરા તેમજ ગત ટર્મ વિકાસના કામોને લઈ નારાજ થયેલા કેટલાક મતદારોઍ મતદાન કરવાનું ટાળ્યુ હોવાનું અનુમાન લગાવવામા આવી રહ્ના છે. ધરમપુર પાલિકાના વોર્ડ નં.૧મા ભાજપ અને અપક્ષ વચ્ચે ટક્કર થતાં આ વોર્ડમાં ભાજપ અને અપક્ષ જીતવાના સામસામે દાવા કરી રહ્ના છે. જ્યારે વોર્ડ નંબર ૩ ના આમ આદમી પાર્ટીના નિલેશ પટેલ જીતનો દાવો કરી રહ્ના છે. જ્યારે વોર્ડ નંબર ૩ના ભાજપના સમર્થકો કાર્યકર્તાઓ પેનલનો વિજય થશેનો દાવો કરી રહ્ના છે. જ્યારે કોંગ્રેસ પક્ષે વોર્ડ નં.૩માં સ્ત્રી ઉમેદવાર જીતશેનો કોંગ્રેસના સમર્થકો દાવો કરી રહ્ના છે. જ્યારે વોર્ડ નં.૬મા સૌથી વધારે મતદાન ૮૨.૬૪ નોંધાતા ભાજપ-કોંગ્રેસ આમને સામને જીતનો દાવો કરી રહ્ના છે. તેમજ ભાજપના સમર્થકો કાર્યકર્તાઓ હોદ્દેદારો વોર્ડ નંબર ૨, વૉર્ડ નં.૪ અને વોર્ડ નં. ૫મા  પેનલનો વિજય નિડ્ઢિત થશેનો દાવો કરી રહ્ના છે. જોકે ઉપરોક્ત દાવાઓ કેટલા સાચા પડે ઍ આગામી ૧૮મી તારીખે મત ગણતરીના દિવસે જણાઇ આવશે.

ધરમપુર પાલિકાની યોજાયેલ ચૂંટણીમાં ૧૫૦ પોલિસ કર્મીઓના કાફલા વચ્ચે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. જ્યારે ૧૨૫ જેટલા સરકારી કર્મીઓ ચૂંટણી કામમાં જોતરાયા હતા