Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

ધકવાડાના યુવાને મની લોન્ડરિંગમાં રૂ.૨.૭૨ લાખ ગુમાવ્યા

ધકવાડાના યુવાને મની લોન્ડરિંગમાં  રૂ.૨.૭૨ લાખ ગુમાવ્યા

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા,તા.૧૬ઃ    બીલીમોરાના ધકવાડા ગામના યુવાનને મની લોન્ડરિંગના કેસમાં ફસાવી ડિજિટલ ઍરેસ્ટ કરવાની ધમકી આપી ભેજાબાજોઍ રૂ. ૨.૭૨ લાખ પડાવી લેતાં યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે. જીગરકુમાર મહેન્દ્રભાઈ વાઢુ (ઉ.૩૦) રહે ૩૧/ઍ નંદનવન સોસાયટી, ધકવાડાના મોબાઈલ ઉપર જુદા જુદા નંબરો પરથી ફોન આવ્યો હતો અને તેને ધમકાવ્યો હતો કે, ગૈરકાનૂની પ્રવૃત્તિમાં તમારી સામેલગીરી જણાઈ આવે છે અને તમારી સામે હૈદરાબાદ પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે, ઍવું કહી તેને ડરાવી તમારા સ્ટેટે બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાં મની લોન્ડરિંગમાં તમારી સામિલગીરી હોવાનું જણાવી તમારી તપાસ અને પૂછપરછ કરવી પડશે ઍમ કહી વોહટ્સઍપ ઉપર ઍરેસ્ટવોરંટ  મોકલ્યો હતો. ત્યારબાદ કોઈ વિજય નામના વ્યક્તિઍ પોલીસ યુનિફોર્મમાં વાટ્સઍપ કોલ કરી તમારા બેંક ખાતાની અને પ્રોપર્ટીની તપાસ કરવી પડશે ઍવી રીતે દબાણ આપી રૂ.૫૦ હજાર ટ્રાન્સફર કરાવ્યા હતાં. ત્યારબાદ વધુ તપાસ માટે બીજા ૨૨ હજાર મળી થોડા થોડા કરીને ૨.૭૨ લાખ ડાઇ  ઍન્ટરપ્રાઇઝ નામના ખાતામાં જીગરે ઓનલાઈન અને આરટીજીઍસ દ્વારા ટ્રાન્સફર કર્યા હતાં. જોકે કોઈની સાથે પણ વાતચીત ન કરવી અને તમારા ઉપર સતત વોચ રખાઈ રહયાનું જણાવી જીગરને બે દિવસ સુધી ડિજિટલ ઍરેસ્ટ કરી ભેજાબાજોઍ રૂ.૨.૭૨ લાખનો ચૂનો લગાડી દીધો હતો. પોતાની સાથે છેતરપિંડી થયા હોવાની જાણ જીગરને ખાતરી થતાં તેઓઍ અજાણ્યાઓ ઇસમો વિરુદ્ધ બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.