રાંધામાં ઇન્ડિયા રિઝર્વ બટાલિયનની સિલ્વર જ્યુબિલી ઉજવણી કરાઈ
- byDamanganga Times
- 17 December, 2024

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
સેલવાસ,તા.૧૬ઃ લક્ષદ્વીપ, દમણ, દિવ અને દાદરા નગર હવેલી માટેની પેરા મિલિટરી ફોર્સ ઇન્ડિયા રિઝર્વ બટાલિયન (ત્ય્ગ્)ઍ પોતાના સ્થાપનાની ૨૫મી વર્ષગાંઠની ઉજવણી રાંધા ખાતે રેસિડેન્ટ હેડક્વાર્ટર ખાતે કરી.
ત્ય્ગ્ સ્થાનિક પોલીસને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળવામાં અને ટાપુઓમાં આંતરિક સુરક્ષા જાળવવામાં સહયોગ આપે છે. બટાલિયનના જવાનોને વિવિધ વ્યૂહાત્મક સ્થાનો પર તૈનાત કરવામાં આવ્યા છે, જેમ કે નારકોન્ડમ, ઈસ્ટ આઈલેન્ડ, અને લુઈસ-ઈનલેટ-બે, જ્યાં તેઓ વિદેશી નાગરિકોની ઘૂસણખોરી રોકવા માટે સતત કામગીરી કરે છે.
પોર્ટબ્લેર ખાતે ત્ય્ગ્ કમાન્ડોઝને કેટલાંક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ સ્થાનોની રક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ દળમાં વિશેષ પ્રશિક્ષિત જવાનોનો સમાવેશ થાય છે, જે સુરક્ષાના ઉચ્ચતમ ધોરણો જાળવીને પોતાની ફરજ બજાવે છે. આ પ્રસંગે બટાલિયનના યોગદાન અને સિદ્ધિઓનું સન્માન કરવામાં આવ્યું અને તેઓના ભવિષ્યના યોગદાન માટે પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન થયું.