વાપીની ટપાલ કચેરીમાં પ્રિન્ટર અને નેટના વાંકે ગ્રાહકોને હાલાકી
- byDamanganga Times
- 21 November, 2024
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૦ ઃ વાપી ટાઉનમાં આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસમાં ખાતેદારોના ચેક ક્લીયરીંગ તેમજ પાસબુકમાં ઍન્ટ્રી છેલ્લા ઍક મહિનાથી નહીં કરવામાં આવતા ગ્રાહકો પરેશાન બન્યા પોસ્ટ ઓફિસના કર્મચારીઓ ગ્રાહકો સાથે બેહુદુ વર્તન કરાયું અંગેની ફરિયાદો ઉઠવા પામે છે.
આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપી ટાઉનમાં આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસમાં છેલ્લા કેટલાક દિવસોથી પોસ્ટ વિભાગમાં ખાતું ધરાવતા ગ્રાહકોના ચેક ક્લિયર થતા નથી સાથે અનેક લોકોની પાસબુકમાં પણ ઍન્ટ્રી કરવામાં આવી રહી નથી સાથે છેલ્લા આઠ દિવસથી ગ્રાહકો રોજેરોજ પોસ્ટ ઓફિસમાં જઈ ચેક તેમજ પાસબુકમાં ઍન્ટ્રી કરાવવા માટે ધક્કા ખાઈ રહ્ના છે. જોકે આ અંગે પોસ્ટ ઓફિસમાં કેટલાક કર્મચારીઓ ગ્રાહકો સાથે બેહુદુ વર્તન કરતા હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે. તો અહીં પોસ્ટ ઓફિસમાં દિવાળી પહેલાથી જ પ્રિન્ટર ખરાબ થઈ ગયું છે. તેમજ અન્ય ટેકનીકલ ખામીને કારણે ઉપરોક્ત સમસ્યા ઊભી થઈ રહી હોવાની પણ જાણવા મળ્યું છે. જોકે વાપીની પોસ્ટ ઓફિસમાં લાખો ગ્રાહકો પોતાનો સેવિંગ ઍકાઉન્ટ તેમજ વિવિધ યોજનાઓમાં કરોડો રૂપિયા ઇન્વેસ્ટ કરતા હોય છે અને ત્યાં કર્મચારીઓ ગ્રાહકો સાથે બેહુદુ વર્તન કરે તે કેટલું યોગ્ય છે જે અંગે પોસ્ટ ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરી કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ગ્રાહકો કરી રહ્ના છે. જે અંગે ટૂંક સમયમાં જ તેઓ ઉચ્ચ સ્તરીય પત્ર લખી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરશે.