Damanganga Times.

Damanganga Times.

November 21, 2024

સરકારી સર્વર ડાઉન ઃ પંથકમાં અનેકના શિક્ષક બનવાના સપના રોળાઈ રહ્નાં છે

સરકારી સર્વર ડાઉન ઃ પંથકમાં અનેકના શિક્ષક બનવાના સપના રોળાઈ રહ્નાં છે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલીતા.૨૦ ઃ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ અને પ્રાથમિક શિક્ષણ નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા શિક્ષકોની નિમણૂંક માટે વિદ્યા સહાયકો વર્ગ  ૩ માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં લાયક ઉમેદવારો પોતાની અરજી ઓનલાઇન કરી હતી. પરંતુ છેલ્લા બે દિવસ સરકારની વેબસાઈટ ધીમીગતિઍ ચાલતા કેટલાક ઉમેદવારોના ફોર્મ ઓનલાઈન થઈ ગયા પરંતુ ડોક્યુમેન્ટ ઓનલાઇન ન થતા ઉમેદવારોના શિક્ષક બનવાના સપના અધૂરા રહી જવા પામ્યા છે.

ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે તા. ૧-૧૧-૨૪ના રોજ ઍક જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં વિદ્યા સહાયકો વર્ગ -૩ની જગ્યા માટે ધોરણ ૧થી ૫ અને ધોરણ ૬થી ૮ ગુજરાતી માધ્યમ અને ગુજરાતી સિવાયના માધ્યમ માટે હજારોની સંખ્યામાં શિક્ષકોની ભરતી કરવાની હોય જેની ફોર્મ ભરવાની છેલ્લી તા. ૧૬-૧૧-૨૪ સુધીની રહી હતી. પરંતુ શિક્ષકને લાયક ઉમેદવારોઍ જરૂરી ડોક્યુમેન્ટ ભેગા કરી સરકારની વેબસાઈટ ઉપર ઓનલાઈન ફોર્મ અને ડોક્યુમેન્ટ જમા કરાવવાનું શરૂ કર્યું હતું. ત્યારે સરકારની આ વેબસાઈટ છેલ્લા બે દિવસ ધીમી ગતિઍ ચાલતા તેમજ સર્વર ડાઉન થઈ જતા કેટલાક ઉમેદવારોનો ફોર્મ ઓનલાઈન થઈ ગયા તો કેટલાક ડોક્યુમેન્ટ ઓનલાઇન ન થઈ શક્યા અને છેલ્લા બે દિવસ સર્વર બિલકુલ નહીં ચાલતા કેટલાક ઉમેદવારોના ફોર્મ અને ડોક્યુમેન્ટ વેબસાઈટ ઉપર ઓનલાઇન થઈ શક્યા ન હતાં. ત્યારે શિક્ષકોના સપના જોતા ઉમેદવારોના સપના અધૂરા રહી જવા પામ્યા છે જોકે ગાંધીનગર ખાતે બે દિવસ ડોક્યુમેન્ટ સબમિટ કરવા માટે જણાવાયું હતું પરંતુ તે પણ વ્યર્થ ગયું છે. ત્યારે સરકાર દ્વારા જે ઉમેદવારોના ફોર્મ ઓનલાઈન થઈ ગયા અને ડોક્યુમેન્ટ બાકી રહી ગયા હોય તેવા ઉમેદવારો માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી બન્યું છે.