દમણના સાંસદનો પંચાયત સલાહકાર સમિતિમાં સમાવેશ
- byDamanganga Times
- 21 November, 2024
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા.૨૦ ઃ સંસદીય બાબતોના મંત્રાલયે પંચાયતી રાજ સલાહકાર સમિતિની રચના કરી છે. આ સમિતિમાં દમણ-દીવના સાંસદ ઉમેશ પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
રાજીવ ઉર્ફે લલન સિંહને આ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સમિતિમાં લોકસભામાંથી ૭ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સાંસદ ઉમેશ પટેલનો પણ સમાવેશ થાય છે. અન્ય ૪ સભ્યો રાજ્યસભાના છે અને બે સભ્યો હોદ્દેદાર છે.