વલસાડનાં બદલી કેમ્પમાં શિક્ષકોઍ પરિપત્રને લઈ હોબાળો
- byDamanganga Times
- 21 November, 2024
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૦ ઃ વલસાડ જિલ્લામાં ખાલી પડેલી ૩૩૫ બેઠક પૈકી ૩૩૫ જગ્યા ઉપર નવા પરિપત્ર આધારે બદલી કેમ્પ આજરોજ વલસાડનાં બીઆરસી ભવનમાં યોજાતા જિલ્લા બહારથી જિલ્લામાં બદલી માટે આવેલા ૫૦૦થી વધુ પ્રાથમિક શિક્ષકો ૧૧૭ બેઠક ઓફલાઈન જ્યારે ૧૧૮ બેઠક ઓનલાઇન જગ્યા ભરવાની જાહેરાત કરતા શિક્ષકોઍ ભારે હોબાળો મચાવ્યો હતો. જિલ્લા બહારથી જિલ્લામાં શિક્ષક તરીકે બદલી મેળવનારા શિક્ષકોઍ ફેર બદલી કેમ્પ અટકાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોર્ટમાં પિટિશન દાખલ કરવાની ચીમકી ઉચ્ચારતા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
રાજ્ય પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા બહાર શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા શિક્ષકો માટે વલસાડ જિલ્લામાં ખાલી પડેલી ૨૩૫ બેઠકો માટે જિલ્લા બહાર શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકોને સમાવવા ઓફ લાઇન બદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા બહારથી ૫૦૦થી વધુ શિક્ષકો કેમ્પમાં આવ્યા હતાં. આ કેમ્પમાં વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે શિક્ષણ વિભાગના નવા પરિપત્ર મુજબ ૨૩૫ ખાલી પડેલી શિક્ષકોની જગ્યામાંથી ૫૦ ટકા જેટલી ૧૧૭ બેઠક ઉપર અગ્રતા આપવાનું જ્યારે બાકીની ૧૧૮ બેઠકો ઓનલાઇનથી ભરવામાં આવશેની જાહેરાત કરતાં જ વલસાડ જિલ્લામાં બદલી મેળવવા આવેલા શિક્ષકોઍ ભારે હોબાળો મચાવી સખ્ત વિરોધ કરી બીઆરસી ભવનમાં શિક્ષકોઍ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતાં. નવા નિયમ મુજબ જે શાળામાં તેમના દંપતી ફરજ બજાવતા હોય તે શાળામાં ખાલી જગ્યા હોય તો બદલી મેળવનાર શિક્ષકે તે જ શાળામાં બદલી લેવી જો તે શાળામાં જગ્યા ખાલી ન હોય તો તે કેન્દ્રમાં બદલી મેળવવા અને કેન્દ્રમાં જગ્યા ન હોય તો તાલુકામાં બદલે આપવા નિયમની અમલવારી સામે શિક્ષકોઍ ભારે વિરોધ કર્યો હતો. જિલ્લામાં ખાલી પડેલી જગ્યામાં શિક્ષકોઍ બદલી માંગતા વિવાદ ઉભો થયો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણઍ ૧૬મી નવેમ્બર ૨૦૨૪ના રોજ સરકાર દ્વારા બહાર પાડેલા ઍક પરિપત્ર મુજબ કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચના આપી હતી.