Damanganga Times.

Damanganga Times.

November 21, 2024

વાપી હાઇવેની સર્વિસ રોડની ખુલ્લી ગટર કોઇનો જીવ લેશે?

વાપી હાઇવેની સર્વિસ રોડની ખુલ્લી ગટર કોઇનો જીવ લેશે?

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૨૦ઃ વાપીના હાઇવે સર્વિસ રોડની ખુલ્લી ગટરથી કોઈક રાહદારી કે વાહન ચાલકનો તેમાં પડવાથી ગંભીર ઈજા કે મોત થવાની ઘટના બનવાની શક્યતા જોવાઈ રહી છે.

પ્રા માહિતી મુજબ વાપી પંથકમાં છેલ્લા કેટલાક સમયથી અનેક વિકાસના કામો ચાલી રહ્ના છે. ત્યારે વાપીના નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલ પેપીલોન હોટલથી જુના બલીઠા જકાતનાકા સુધીના માર્ગ ઉપર આવેલ હાઇવેની વરસાદી પાણીની ગટર છેલ્લા ત્રણેક માસથી જીવનદીપ હોસ્પિટલ અને સોની કંપનીના શોરૂમથી છરવાડા હાઇવે અંદર પાસ સુધીના માર્ગ ઉપર ખુલ્લી કરી દેવામાં આવી છે અને તે ફરીથી સાફ-સફાઈ કર્યા વગર જ ખુલ્લી મૂકી દેવામાં આવી છે જેને કારણે અહીં રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઈટ કે હાઈમસ લાઈટ બંધ રહેવાને કારણે આ ખુલ્લી ગટરમાં કોઈ રાહદારી કે મોપેડ અને બાઇક ચાલક અકસ્માતે પડી જવાની સંભાવના રહેલી છે જેને કારણે તેઓને ગંભીર ઈજા થાય તો મોત પણ થઈ શકે છે.

જોકે આ હાઇવે સર્વિસ રોડ ઉપર જાણીતી હોસ્પિટલ તેમજ શોપિંગ સેન્ટર અને શોરૂમ પણ આવેલા છે તેમ છતાં હાઇવે ઓથોરિટી દ્વારા અહીં લોકોને મોતના મુખમાં ધકેલવા જેવી ખુલ્લી ગટર કેમ છોડી દેવામાં આવી તેવા અનેક પ્રશ્નો પણ ઊભા થઈ રહ્ના છે.