સુબીરની ઘાણા પ્રા. શાળાની નવી હરાજી રદ ન કરે તો આત્મવિલોપનની ચીમકી
- byDamanganga Times
- 21 November, 2024
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
સાપુતારા,તા.૨૦ઃ ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ આહવા ડાંગ સંચાલિત સુબીર તાલુકાની ઘાણા પ્રાથમિક શાળાના પાંચ ઓરડાની જાહેર હરાજી તા.૧૮/૦૭/૨૦૨૪ ના રોજ કરવામાં આવી હતી. જે હરાજીમાં ડાંગ જિલ્લાના ઘણા ખરા કોન્ટ્રાક્ટર તથા વેપારીઓ ઉપસ્થિત રહ્ના હતા. તેમજ આ હરાજી સરકારના નીતિ નિયમ મુજબ ઍસઍમસી સમિતિના ઠરાવ મુજબ અને નાયબ કાર્યપાલક ઍન્જિનિયર ડાંગ જિલ્લા પંચાયત માર્ગ મકાન પેટા વિભાગ આહવા દ્વારા પ્રમાણપત્ર આપી ૧૫ હજાર રૂપિયાની અપસેટ નક્કી કરવામાં આવેલ હતી. ત્યારે આ હરાજીમાં શરતો મુજબ બોલીઓ બોલતા આહવાનાં પરશુરામ રામુભાઈ આલકુટે નામક કોન્ટ્રાક્ટરે હરાજીમાં રૂ.૧૭,૬૦૦/- ની સૌથી ઊંચી બોલી લગાવી હતી. અને ૧૦ ટકા લેખે કુલ રૂપિયા ૧૭૬૦/- કોન્ટ્રાક્ટરે સ્થળ પર તેની પહોંચ ઘણા પ્રાથમિક શાળાના આચાર્યના સહી વાળી નકલ તેમને આપેલ હતી. જેથી આ કોન્ટ્રાક્ટર ઍ પાંચ ઓરડાઓ તોડવા માટેની મંજૂરી સર્વાનુમતે લીધી હતી. આ હરાજીની પક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ તા.૨૭/૦૭/૨૦૨૪ ના રોજ ઍસ.ઍસ. સુનુન્યા, ઘાણા મુખ્ય શાળાના શિક્ષક દ્વારા જાહેર હરાજી રદ કરવા બાબતે જાહેર નોટીસ પેપરમાં પ્રસિધ્ધી કરાવેલ હતી. જેથી કોન્ટ્રાક્ટર પરશુરામભાઈ આલકુટેઍ નોટીશનો ખુલાશો કરવા માટે મુખ્ય શિક્ષકની રૂબરૂ મુલાકાત લીધેલ હતી. તેમજ ટેલીફોનીક પણ વાતચીત કરી ખુલાશો કરી આ હરાજી રદ કરવા માટેનું કારણ જાણવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેઓઍ કોઈ ચોક્કસ જવાબ આપેલ નહી આવતા તેમણે આ પગલું લીધું છે.