Damanganga Times.

Damanganga Times.

November 21, 2024

અધુરા કામો છતાં ઍજન્સીના બીલ મંજુર !?

અધુરા કામો છતાં ઍજન્સીના બીલ મંજુર !?

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

વલસાડ,તા૨૦ઃ વલસાડ તાલુકાના પારનેરા અને મગોદડુંગરી ગામે જય માતાજી નામની ઍજન્સીઍ અધૂરા કામો કર્યા તેમ છતાં ઍજન્સીના કોન્ટ્રાક્ટરના બીલો મંજૂર કરવા બાબતે ડીડીઓને લેખિત ફરિયાદ  છતાં કોઈ તપાસ નહીં કરતા જય માતાજી નામની ઍજન્સીઍ મગોદ ડુંગરી ગામે અધૂરા કામો છતાં ઍજન્સીને લાખો રૂપિયાની રકમ ચૂકવી દેવા છતાં આવી ઍજન્સી સામે ડીડીઓ કે કલેક્ટર દ્વારા પગલાં નહીં લેવામાં આવતા અન્ય ઍજન્સી સંચાલકોને જલસા થઈ રહ્ના છે.

વલસાડ તાલુકાના પારનેરા ગ્રામ પંચાયતમાં કામ કરતી ઍજન્સીઓ દ્વારા કામો કરવા વગર કે અધૂરા કામો કરી કે અન્યના નામે કામો મૂકી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવા અંગે  પંચાયતની ખાસ સામાન્ય સભામાં ભારે હોબાળો મચ્યો હતો. તો પંચાયતના વોર્ડ નંબર ૧૫ ના સભ્ય  આશિષ ઉર્ફે અન્નુ  સુરેશ પટેલ નામના સભ્યની જય માતાજી નામની ઍજન્સી મારફતે પારનેરા પંચાયતમાં લાખો રૂપિયાના કામો  કરવા વગર રકમ લઈ લીધી હોવા અંગે ગ્રામ પંચાયત વોર્ડ નંબર ૧૨ના સભ્યો વિરેન્દ્ર   શોભાઍ  વલસાડ જિલ્લા કલેકટર ડીડીઓ અને મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને થયેલી ફરિયાદના આધારે વલસાડ તાલુકા પંચાયત વિસ્તરણ અધિકારી સહિત અન્ય અધિકારીઓઍ સ્થળ તપાસ કરી હતી. જોકે થોડા દિવસ અગાઉ  પારનેરા ગ્રામ પંચાયત વોર્ડ નંબર ૧૦ ના ધોડિયાવાડ  વિસ્તારના રહીશોઍ  વલસાડ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી કે ૧૫ માં નાણાપંચ હેઠળ   ગ્રામ પંચાયતમાં જય માતાજી સહિત અન્ય ઍજન્સીઓ દ્વારા વિકાસના કામો કાગળ પર બોલાવી લાખો રૂપિયાના બિલો લઈ લીધા હોવાના આક્ષેપ સાથે પારનેરા વોર્ડ નંબર ૧૦ જોડિયા વાળના રહીશોઍ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી હતી.