વાપી પીઍફ કચેરીમાં લાંચ લેતા ઝડપાયેલા બન્ને આરોપીના જામીન નામંજુર
- byDamanganga Times
- 21 November, 2024
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૦ઃ વાપીની પીઍફ કચેરીમાં રૂપિયા પાંચ લાખની લાંચ લેવાંના ગુનામાં સંડોવાયેલા આસિસ્ટન્ટ કમિશ્નર અને ઍન્ફોર્સમેન્ટ ઓફીસરે કરેલ રેગ્યુલર જામીન અરજી વાપીના સ્પેશિયલ જજ ટીવી આહુજાઍના મંજૂર કરવાનો હુકમ કરાયો છે.
વાપીના ઍક કન્સ્ટ્રક્શન સાઇડ ધરાવતા ને તેમના કામદારોના પીઍફના રૂપિયા જમાં ન કરાવવા અંગેના કેસમાં કોઈ પણ દંડ કે કાર્યવાહી ન કરવા અંગે રૂપિયા પાંચ લાખ રૂપિયાની માંગ વાપી પીઍફ કચેરીના આસિસ્ટન્ટ કમિશનર હર્ષદકુમાર લખુજી પરમાર અને ઇન્ફોસમેન્ટ ઓફિસર સુપ્રભાત રંજન તોમર દ્વારા કરવામાં આવી હતી. જે અંગે કોન્ટ્રાક્ટરે વલસાડ ઍસીબીમાં સંપર્ક કરી બંને વાપીની પીઍફ કચેરીના લાંચિયા અધિકારીને લાચ લેતા રંગે હાથ ઝડપાવી દીધા હતા જે અંગે આરોપીઓની ચાર સીટ ફાઇલ કરાવ્યા બાદ આજે આરોપીઓ દ્વારા જામીનમુખ થવા વાપીના સ્પેશિયલ જજ ટીવી આહુજાની કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જે અંગે સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની ધારદાર દલીલોને રાખી આરોપીઓની જામીન અરજીના મંજૂર કરવાનો હુકમ નામદાર કોર્ટના જજ ટીવી આહુજા દ્વારા કરાયો છે.