ગડત અંબિકા હાઈસ્કૂલમાં વાચકો પુસ્તકોનો રસાસ્વાદ માણ્યો
- byDamanganga Times
- 21 November, 2024
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા. ૨૦ ઃ ગડત ધી અંબિકા હાઈસ્કૂલનાં પટાંગણમાં પરબ ચેરીટેબલ ટ્રસ્ટ, રોટરી ક્લબ ઓફ ગણદેવી અને અંબિકા હાઈસ્કૂલ ગડત દ્વારા ‘વાંચન મહોત્સવ’ ઉજવાયો હતો. જેમાં તા.૭/૧૧/૨૪ના રોજ પરબ સંસ્થાના સ્થાપક ડૉ.જય વશી અને ઍમની ટીમના સભ્યો, રોટરી ક્લબ ઓફ ગણદેવીના પ્રમુખ પરિમલભાઈ નાયક અને મંત્રી ફાલ્ગુનીબેન નાયક, અંબિકા ગ્રામ કેળવણી મંડળના ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ વિજયભાઈ દેસાઈ, ટ્રસ્ટી નરેન્દ્ર નાયક, જગદીશભાઈ નાયક તેમજ કેળવણી મંડળના પ્રમુખ અમરતભાઈ નાયક, મંત્રી સંદીપભાઈ નાયક, ખજાનચી નીલેશભાઈ નાયક, શાળાના આચાર્ય સેફાલીબેન નાયક તેમજ શાળા પરીવાર ઉપસ્થિત રહ્ના હતા.
વાંચન મહોત્સવના સાહ દરમિયાન કુદરતના સાનિધ્યમાં, વૃક્ષોની ઘટા તળે વિભાગના સાહિત્ય રસિક વાચકો અને વિશેષ શાળાના વિદ્યાર્થીઓ મળી કુલ ૨૭૦ વાચકોઍ ઉમળકાભેર ભાગ લીધો હતો. અને વાંચન સાહમાં વિવિધ ભાષાના ૨૭૪ પુસ્તકોનો રસાસ્વાદ માણ્યો હતો. તા.૧૩/૧૧/૨૪ ના રોજ આ મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે વાચકોઍ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. આ સમગ્ર સાહ દરમિયાન વાચન માટેનું ઍક અનોખું જ ભાવાવરણ રચાયું હતું.