Damanganga Times.

Damanganga Times.

January 22, 2025

ધરમપુરના નગારીયામાં રાષ્ટ્રીય પુસ્તક પરબ ખુલ્લી મુકાઇ

ધરમપુરના નગારીયામાં રાષ્ટ્રીય  પુસ્તક પરબ ખુલ્લી મુકાઇ

(દમણગંગા ટાઇમ્સ)

વલસાડ, તા. ૨૦ ઃ  સમગ્ર દેશમાં તા. ૧૪ થી ૨૦ નવેમ્બર સુધી રાષ્ટ્રીય ગ્રંથાલય સાહ ઉજવવામાં આવી રહ્ના છે. ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નગારીયા ગામે પટેલ ફળિયામાં શ્રી ચોસઠ જોગણી માતાજીના મંદિરના સંકુલમાં ધોરાજીની શ્રી પટેલ મહિલા કોલેજના લાઇબ્રેરીયન કમલેશભાઈ પટેલ અને વલસાડની શાહ ઍન.ઍચ.  કોમર્સ કોલેજના પ્રાધ્યાપક કિરણભાઈ પટેલ દ્વારા આ પુસ્તક પરબ શરૂ કરવામાં આવ્યું હતું. આ પુસ્તક પરબ માટેના પુસ્તકો પ્રાધ્યાપક કિરણભાઈ પટેલે પોતાની અંગત લાઇબ્રેરીમાંથી દાન પેટે આપ્યા હતા. આ પુસ્તક પરબમાં સામાયિકો, ધાર્મિક પુસ્તકો, બાળવાર્તાઓ, કેરિયરને લગતા પુસ્તકો વગેરે છે. જેનો લાભ ફળિયાના અબાલ વૃદ્ધોને મળી રહેશે. આમ, ભક્તિ અને જ્ઞાનનો સંગમ દરેક વ્યક્તિને ચિંતન માટે પ્રેરણા રૂપ બનશે.                                          આ પુસ્તક પરબને ફળિયાના વયોવૃદ્ધ વડીલ મગનદાદાના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. 

આ પુસ્તક પરબને ખુલ્લુ મુકતા લાઇબ્રેરીયન કમલેશભાઈ પટેલે પોતાના ઉદબોધનમાં પુસ્તકોની ઉપયોગતા સમજાવી હતી. પ્રાધ્યાપક કિરણભાઈ પટેલે જીવન ઘડતર માટે પુસ્તકોનું મૂલ્ય સમજાવ્યું હતું. આ પુસ્તક પરબના લોકાર્પણમાં બહોળી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને બાળકોઍ ઉત્સાહભેર હાજરી આપી હતી.