૧૪ ડિસેમ્બરે નવસારી તથા ડાંગ જિલ્લામાં નેશનલ લોકઅદાલતનું આયોજન
- byDamanganga Times
- 21 November, 2024
(દમણગંગા ટાઈમ્સ)
નવસારી, તા. ૨૦ : ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નવસારીના નેજા હેઠળની કચેરીઓ તાલુકા કાનૂની સેવા સમિતિ, નવસારી, ગણદેવી, ચીખલી, ખેરગામ, વાંસદા અને ડાંગ જિલ્લાના આહવા, સુબીર તથા વઘઇ ખાતે કાર્યરત ન્યાયાલય સંકુલની તમામ કોર્ટો દ્વારા આગામી તા.૧૪ ડિસેમ્બર -૨૦૨૪ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ નેશનલ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશીયેબલ કેસો, ઇલેકટ્રીસીટી કેસો, નાણાંની વસુલાતના કેસો, વાહન અકસ્માતના વળતરના કેસો, લેબર તકરારના કેસો, ઇલેકટ્રીસીટી તથા વોટરબીલને લગતાં કેસો, લગ્ન વિષયક કેસો, જમીન સંપાદનના કેસો, નોકરી વિષયક પગાર, ભથ્થા અને નિવૃત્તિના લાભોને લગતાં કેસો, મહેસુલોને લગતા કેસો, અન્ય સિવિલ કેસો તથા િ--લીટીગેશન ઉપરાંત ખોરાકીના કેસો મુકવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નવસારી તથા તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવા જણાવાયું છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નવસારી ફોન નંબર (૦૨૬૩૭) ૨૪૩૬૮૯, તાલુકા કાનુની સેવા સમિતિ, નવસારી (૦૨૬૩૭) ૨૪૫૪૯૪, તાલુકા કાનૂની સેવા સમિતિ ગણદેવી (૦૨૬૩૪) ૨૬૨૪૪૮, તાલુકા કાનૂની સેવા સમિતિ ચીખલી (૦૨૬૩૪) ૨૩૨૨૧૩, તાલુકા કાનૂની સેવા સમિતિ ખેરગામ (૦૨૬૩૪) ૨૨૧૪૧૩, તાલુકા કાનૂની સેવા સમિતિ વાંસદા (૦૨૬૩૦) ૨૨૨૩૨૮, તાલુકા કાનૂની સેવા સમિતિ વઘઇ (૦૨૬૩૧) ૨૪૬૫૪૦, તાલુકા કાનૂની સેવા સમિતિ આહવા (૦૨૬૩૧) ૨૨૦૨૮૬, તાલુકા કાનૂની સેવા સમિતિ સુબીર- (૯૪૨૬૫૭૨૬૦૪) પર સંપર્ક સાધવા જણાવાયું છે.