Damanganga Times.

Damanganga Times.

November 21, 2024

નવસારીના ટાંકલના ડો. રીટા પટેલે IG તરીકે ચંદીગઢમાં ચાર્જ સંભાળ્યો

નવસારીના ટાંકલના ડો. રીટા પટેલે  IG  તરીકે ચંદીગઢમાં ચાર્જ સંભાળ્યો

(દમણગંગા ટાઈમ્સ)

નવસારી, તા. ૨૦ ઃ ડો. રીટાબહેન પટેલ જેઓનું મૂળ વતન નવસારી જિલ્લાનું ટાંકલ ગામ છે. જેઓ સેવાકીય ઍવા તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા છે. સાથે જ ત્વ્ગ્ભ્ ના પેરા મિલેટરી ફોર્સના કંપની કમાંડર (મેડિકલ) તરીકે દેશસેવાની ફરજમાં જોતરાઇ કુટુંબ સમાજને અનેરૂ ગૌરવ અપાવ્યું છે. આ ફરજ દરમ્યાન વિવિધ સિદ્ધિઓ હાંસલ કરી અનેક મેડલના હકદાર પણ બન્યા હતા. જેઓ અરૂણાચલ ખાતે પેરા મિલેટરી ફોર્સમાં ઝ઼ત્ઞ્ તરીકે કાર્યરત હતા. હાલમાંજ તેમણે ત્ઞ્ તરીકે પ્રમોશન મેળવી ચંદીગઢ ખાતે ચાર્જ સંભાળી લીધો છે. ગુજરાત આદિવાસી સમાજ સંભવત ગુજરાત રાજયના પ્રથમ નારી રત્ન તરીકે સમગ્ર રાજય, સમાજ, કુટુંબ અને ગામને અનેરૂ ગૌરવ અપાનાર ર્ડા. રીટાબહેનને સેલ્યુટ છે. જેઓ ધોડિયા સમાજના પ્રથમ તબીબ ઍવા સેવાભાવી ર્ડા. ગંભીરભાઇ અને સમાજના પ્રથમ મહિલા ધારાસભ્ય સ્વ. અરૂણાબહેનના પુત્રી રત્ન છે. ઍમના પતિ શરદકુમાર પણ ઝ઼ત્ઞ્ માં ત્ઞ્ તરીકે ફરજ બજાવે છે. મૂળ નવસારી જિલ્લાના ર્ડા. રીટાબહેનને સમગ્ર નવસારી જિલ્લા તથા ધોડિયા સમાજ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે.