ચીખલીમાં શિવદીપ વેજીટેબલ - ફ્રુટ માર્કેટનો રામ પરીવાર મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સાથે પ્રારંભ
- byDamanganga Times
- 21 November, 2024
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા. ૨૦ ઃ ચીખલી નેશનલ હાઈ વે નં.૪૮ ઉપર થાલા ગામે શિવદીપ વેજીટેબલ અને ફ્રુટ માર્કેટ નો રામ પરીવાર મંદિર -ાણ પ્રતિષ્ઠા સાથે પ્રારંભ કરાયો હતો. જેને કારણે ઘર આંગણે શાકભાજી, ફળફળાદી ની વિપુલ આવક થશે અને ખેડૂતો ને પોષણક્ષમ ભાવો પણ મળી રહેશે ચીખલી નજીક થાલા ગામે નેશનલ હાઇવે નં.૪૮ ઉપર વસુધારા ડેરી સામે ની બાજુમાં વિશાળ પરીસરમાં ૧૩૫ દુકાનો સાથે શિવદીપ વેજીટેબલ અને ફ્રુટ માર્કેટ નો પ્રારંભ કરાયો હતો. સીસીટીવી, ર્પાકિંગ, ૬૦ ફૂટ પહોળા માર્ગ જેવી અનેકવિધ અત્યાધુનિક સગવડ ઉભી કરાઈ છે.જેને પગલે સંકુલનો લાભ સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્રનાં જથ્થાબંધ વેપારીઓ, સ્થાનિક વેપારીઓ અને છૂટક ગ્રાહકો ને ઉપલબ્ધ થશે. નેશનલ હાઈ વે ની કનેક્ટિવિટી ને પગલે ટ્રાફિક સમસ્યા થી છુટકારો મળશે. અને નિર્ધારિત સમયમાં શાકભાજી, ફળફળાદીની વિપુલ માત્રા માં આવક અને જાવક થશે.જેનો સીધો લાભ સ્થાનિક ખેડૂતો અને ગ્રાહકો ને પણ મળશે.તે સાથે ચીખલી ને નવી ઓળખ મળશે. આ પ્રસંગે માર્કેટ સંકુલ માં શ્રી રામ પરીવાર મંદિર માં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે શ્રી રામ, સીતા, લક્ષમણ, ગણેશ, હનુમાનજીની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. આ પ્રસંગે સુરત રાજદીપ ગ્રુપ નાં અશોકભાઈ હીરાણી, રાહુલભાઈ વાટવાણી, રાજકુમાર હીરાણી પરીવાર ઍ પૂજા વિધિ, શોભાયાત્રામાં ભાગ લીધો હતો.
અશ્વ બગી માં ઢોલ, નગારા સાથે વાજતે ગાજતે ભગવાન શ્રી રામની શોભાયાત્રા, પૂજા અર્ચના, યજ્ઞ, હવન, સાથે મંદિર ઉપર ધ્વજારોહણ કરાયું હતું. આ પ્રસંગે શાકભાજી વિક્રેતા પરિવારો, વેપારી સહિત મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્નાં હતાં.