Damanganga Times.

Damanganga Times.

November 28, 2026

વાપીથી થરાદની નવી ઍસ.ટી. બસ સેવાનો પ્રારંભ

વાપીથી થરાદની નવી ઍસ.ટી. બસ સેવાનો પ્રારંભ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૭ ઃ વાપીના મુસાફરોની સુવિધામાં વધારો થાય તે હેતુથી વાપી ઍસ.ટી. ડેપો દ્વારા વાપીથી થરાદ સુધીની નવી બસ સેવાનો આજથી -ારંભ કરવામાં આવ્યો હતો. વાપી-બલીઠા ઍસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે યોજાયેલા પ્રારંભિક કાર્યક્રમમાં વાપી મહાનગરપાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન જયેશભાઈ કંસારા, ડ્રેનેજ સમિતિના ચેરમેન ભુવનેશભાઈ કોટડિયા, વલસાડ ઍસ.ટી.ના પરિવહન અધિકારી સ્નેહલ પટેલ, વાપીના ઍ.ટી.આઈ. ધનસુખ પટેલ, દિનેશભાઈ પટેલ સહિત વાપી ડેપોના મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્ના હતા.

વાપીથી શરૂ કરવામાં આવેલી આ નવી બસ સેવા સુરત, વડોદરા, અમદાવાદ, પાલનપુર અને ડીસા થઈને થરાદ પહોંચશે. બસ વાપીથી સવારે ૧૧ઃ૩૦ કલાકે ઉપડશે અને સાંજે ૪ઃ૦૦ કલાકે થરાદ પહોંચશે. જ્યારે થરાદથી બપોરે ૧૨ઃ૩૦ કલાકે ઉપડી વાપી સાંજે ૪ઃ૦૦ કલાકે પહોંચશે.

વાપીથી ઉત્તર ગુજરાત તરફ મુસાફરી કરતા મુસાફરો માટે આ નવી બસ સેવા ઉપયોગી સાબિત થશે. ખાસ કરીને સુરત, વડોદરા, અમદાવાદ, પાલનપુર, ડીસા અને થરાદ તરફ જતાં મુસાફરોને સીધી બસ સુવિધા મળતાં મુસાફરી વધુ સરળ બનશે.