Damanganga Times.

Damanganga Times.

November 28, 2026

નાની તંબાડી ગ્રામ પંચાયતના નવા ભવનનું ૩૦ નવેમ્બરે લોકાર્પણ કરાશે

નાની તંબાડી ગ્રામ પંચાયતના નવા ભવનનું ૩૦ નવેમ્બરે લોકાર્પણ કરાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૭ ઃ  નાની તંબાડી વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના નાની તંબાડી ગામે ગ્રામ પંચાયતના નવા નિર્મિત ભવનનું લોકાર્પણ આગામી તા. ૩૦ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સોમવારે સવારે ૧૧ કલાકે યોજાશે. ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત નિર્માણ પામેલા આ નવા ભવનના લોકાર્પણને લઈને ગ્રામ પંચાયત દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ લોકાર્પણ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે કપરાડાના ધારાસભ્ય તથા ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જીતુભાઈ હરજીભાઈ ચૌધરી ઉપસ્થિત રહી પોતાના હસ્તે નવા પંચાયત ભવનનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમનું આયોજન નાની તંબાડી ગ્રામ પંચાયતના સરપંચ ચંદ્રસિંહ ચંદ્રકાંતભાઈ પટેલ (ભાઈલુભાઈ) તથા ગ્રામ પંચાયતના તમામ સભ્યો દ્વારા કરવામાં આવ્યું છે.

ગામના વિકાસકાર્યોને વેગ આપવા તેમજ ગ્રામજનોને પંચાયતને લગતી કામગીરી માટે સુવિધાયુક્ત માળખું ઉપલબ્ધ થાય તે દિશામાં નવા પંચાયત ભવનનું નિર્માણ મહત્ત્વપૂર્ણ બની રહેશે. આ લોકાર્પણ સમારોહમાં ગામના તમામ ભાઈ-બહેનો, વડીલો અને યુવાનોને ઉપસ્થિત રહેવા ગ્રામ પંચાયત દ્વારા આમંત્રણ પાઠવાયુ છે.