Damanganga Times.

Damanganga Times.

November 28, 2026

નામધાના ભૂતપૂર્વ ટપાલી સુમન પટેલનું નિધન

નામધાના ભૂતપૂર્વ ટપાલી સુમન પટેલનું નિધન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૭ ઃ નામધા ગામના નિવાસી અને ભૂતપૂર્વ ટપાલી સુમનભાઈ સુરજીભાઈ પટેલનું તા. ૨૬ નવેમ્બરના રોજ દુઃખદ અવસાન થતાં ગામમાં શોકની લાગણી પ્રસરી છે.

તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં મૂળ નામધા ગામના વતની ભરતભાઈ ભીખુભાઈ દેસાઈઍ જૂની યાદો વાગોળી હતી. તેમણે જણાવ્યું હતું કે સુમનભાઈ અત્યંત સરળ અને મળતાવડા સ્વભાવના હતા. ઠંડી, ગરમી કે ધોધમાર વરસાદની પરવા કર્યા વિના તેઓ વાપી પોસ્ટ ઓફિસમાંથી નામધા ગામની ટપાલ લાવી વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક લોકો સુધી પહોંચાડતા હતા.

ખાસ કરીને ગામના ખેડૂતોને તેમની કેરીના ભાવ  મે-જૂન મહિનામાં મુંબઈની ક્રોફર્ડ માર્કેટમાં કેરી વેચાણ માટે મોકલ્યા બાદ આવતા વેચાણનાં બિલ અને બેરર ચેકની ટપાલની ગામના લોકો આતુરતાથી રાહ જોતા હતા. સુમનભાઈ આ ટપાલ પહોંચાડતા ત્યારે લોકોના ચહેરા પર ખુશી જોવા મળતી હતી. સુમનભાઈ પટેલ નું નિધન થતા નામધા ગામે ઍક નિષ્ઠાવાન અને સેવાભાવી વ્યક્તિ ગુમાવી છે. ભરતભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાંગામના લોકો જોડાયા હતા.