Damanganga Times.

Damanganga Times.

November 28, 2026

નાની દાંતીના કાંઠા વિસ્તારમાં ૩૦૦ મીટર લાંબી પ્રોટેક્શન વોલના નિર્માણ માટે ટેન્ડર -ક્રિયા શરૂ

નાની દાંતીના કાંઠા વિસ્તારમાં ૩૦૦ મીટર લાંબી પ્રોટેક્શન વોલના નિર્માણ માટે ટેન્ડર -ક્રિયા શરૂ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૭ ઃ વલસાડ તાલુકાના દરિયાકાંઠાના ગામ નાની દાંતીના ગ્રામજનોની વર્ષો જૂની અને અત્યંત મહત્વપૂર્ણ માંગણી પૂર્ણ થવાની દિશામાં ઍક મોટું પગલું ભરવામાં આવ્યું છે. ગામના મોડર્ન ફળિયા તથા વાડી ફળિયા માં  બાકી રહેલી ૩૦૦ મીટર લાંબી સંરક્ષણ દિવાલ (પ્રોટેક્શન વોલ) ના નિર્માણ કાર્યને મંજૂરી મળવાની સાથે જ હવે તેની ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોમાસા દરમિયાન દરિયાઈ મોજા અને પાણીના ધોવાણને કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. 

આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન જિતેશભાઈ પટેલ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ સતત અને અસરકારક રજૂઆતો કરવામાં આવી હતી. તેમની આ સફળ રજૂઆતને પગલે ગ્રામજનોની સુરક્ષા માટે આ પ્રોજેક્ટને મંજૂરીની મહોર લાગી છે.

આ જનહિતના કાર્યમાં મળેલા હકારાત્મક સહયોગ અને માર્ગદર્શન બદલ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત, આ કામગીરીને વેગ આપવા બદલ રાજ્યના કેબિનેટ મંત્રી  કનુભાઈ દેસાઈ, વલસાડ-ડાંગના સાંસદ  ધવલભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય  ભરતભાઈ પટેલ તેમજ વલસાડ જિલ્લા ભાજપ સંગઠનનો પણ વિશેષ આભાર માનવામાં આવ્યો છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ સંરક્ષણ દિવાલનું બાંધકામ શરૂ થશે, જેનાથી મોડર્ન ફળિયા અને વાડી ફળિયાના રહીશોને દરિયાઈ ધોવાણ સામે કાયમી રક્ષણ મળશે.